કિચનની સફાઇ કરવા માટે આ ટિપ્સ અપનાવો - Sandesh
NIFTY 10,592.85 -21.50  |  SENSEX 34,562.15 +-54.49  |  USD 66.6600 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • કિચનની સફાઇ કરવા માટે આ ટિપ્સ અપનાવો

કિચનની સફાઇ કરવા માટે આ ટિપ્સ અપનાવો

 | 1:11 am IST

ઘરમાં સાફ સફાઇની જવાબદારી ગૃહિણીની હોય છે, તેમાં જો ઘરની મહિલા વર્કિંગ વુમન હોય. ઘરમાં સૌથી વધારે કિચનની સફાઇમાં જ સમય લાગે છે. રસોડામાં રોજ તો સફાઇ કરતાં હોઇએ છીએ, પરંતુ ઘણી વસ્તુઓ એવી હોય છે, જેની રોજ સફાઇ થઇ શક્તી નથી. પરંતુ વીકમાં એકવાર સફાઇ કરવી જરૂરી છે. ખાસ કરીને વરસાદી વાતાવરણમાં ભેજનું પ્રમાણે વધારે હોય છે, તેના કારણે ભેજની સ્મેલ આવતી હોય છે, ઝડપથી સરળ રીતે સફાઇ :

એક વાટકામાં બે કપ પાણી લો, તેમાં એક ચમચી લીંબુનો રસ નાંખો. તે વાટકાને માઇક્રોવેવમાં ૫ મિનિટ સુધી મૂકીને, માઇક્રોવેવ ચાલુ કરો. તે બંધ થાય તે પછી ટુવાલ દ્વારા તેને અંદરથી સાફ કરો. આમ, કરવાથી માઇક્રોવેવ પણ સાફ થશે અને તેમાંથી રસોઇની સ્મેલ દૂર થશે.

રસોડાના સિંકમાં જો લીલ જામી જતી હોય અથવા ચીકાશ થઇ હોય તો બેકિંગ પાઉડરમાં વિનેગર નાંખીને ગરમ પાણી દ્વારા સાફ કરો.

ગરમ પાણીમાં બેકિંગ સોડા નાંખીને ફ્રીઝ સાફ કરો, તેનાથી ફ્રીઝમાં થયેલી ચીકાશ, પીળા ડાઘ સરળતાથી દૂર થશે.

કિચન કેબિનેટને સાફ કરવા માટે લિક્વિડ સોપ અને વિનેગરનું પાણી બનાવો, તેનાથી કેબિનેટ લુછો, ત્યાર બાદ એક સાફ કપડાંને ગરમ પાણીમાં બોળીને કેબિનેટને અંદરથી સાફ કરો.

વિનેગરને હંમેશાં રસોડામાં રાખો, તેનાથી પ્લેટફોમ, રસોડાની ટાઇલ્સ, વાસણ વગેરેની સફાઇમાં ઉપયોગી છે.

બધંુ કામ પૂરું થયા બાદ સિંકમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ખાવાનો સોડા નાંખો. તેનાથી સિંકની પાઇપ સાફ થઇ જશે સાથે બેક્ટેરિયાનો નાશ થશે.

રસોડામાં સ્વચ્છતા રાખીએ તો પણ વંદાની સમસ્યા રહ્યાં કરે છે. રસોડાના કબાટમાં વંદા દેખાતા હોય, તો કબાટને સાફ કરી ખૂણા ખાંચરાના ભાગે લસણનો પાઉડર છંટકારી દેવો . તેનાથી વંદા ફરકશે જ નહીં.