Kitchen Hacks: 3 easy ways to remove the smell from burnt milk
  • Home
  • Featured
  • બળી ગયેલા દૂધમાંથી આવતી અજીબ ગંધને દૂર કરવા અજમાવો આ નુસખા

બળી ગયેલા દૂધમાંથી આવતી અજીબ ગંધને દૂર કરવા અજમાવો આ નુસખા

 | 3:38 pm IST

દરેક લોકો દૂધને ઉકાળ્યા બાદ જ તેનો ઉપયોગ કરે છે. તેનાથી તેમાં રહેલા બેક્ટેરિયા દૂર થાય છે. પરંતુ ઘણી વખત, તેને ઉકળતા સમયે તેને બળી જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં દૂધ બળી જવાને કારણે ખૂબ જ ખરાબ અને તીવ્ર ગંધ આવવા લાગે છે. આની સ્થિતિમાં ખાસ કરીને મહિલાઓ દૂધ ફેંકી દે છે. પરંતુ તેને ફેંકવાની જગ્યાએ કેટલાક ઘરેલુ નુસખા અપનાવીને દૂધમાં આવનારી ગંધને સહેલાઇથી દૂર કરી શકાય છે તો આવો જાણીએ ઘરેલું નુસખા…

તમાલ પત્ર, એલચી અને લવિંગ

તજની જેમ તમાલ પત્ર,એલચી અને લવિંગ પણ દાઝી ગયેલા દૂધની ગંધ દૂર કરવામાં ખૂબ ફાયદાકારક છે. આ માટે, સ્વચ્છ બાઉલમાં બળી ગયેલા દૂધમાંથી સારુ દૂધ નીકાળી લો. હવે એક પેનમાં 1 ટીસ્પૂન ઘી ગરમ કરો, તેમાં 1 નાની ઈલાયચી, 1 મોટી ઈલાયચી અને 2 લવિંગ નાંખો અને તેને થોડું તળી લો. બાકીના સ્વચ્છ દૂધમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો. આ દૂધને લગભગ 4-5 કલાક માટે એક બાજુ રાખો. જે દાઝી જવાની ગંધને દૂર કરશે અને મસાલાઓની સુગંધ ધીમે ધીમે નીચે આવવાનું શરૂ કરશે. તમે આ દૂધનો ઉપયોગ ચા, કોફી અથવા કંઈપણ બનાવવા માટે કરી શકો છો.

તજ

જ્યારે દૂધ બળી જાય છે ત્યારે ખૂબ જ ઝડપી ગંધ આવવા લાગે છે. આવી સ્થિતિમાં, આ દુર્ગંધ દૂર કરવા માટે તજનો ઉપયોગ કરવો એકદમ અસરકારક સાબિત થાય છે. આ માટે પહેલા દૂધને સાફ કરીને નવા બાઉલમાં નાંખો. તે પછી, થોડું ઘી ગરમ કરો અને તેમાં તજ ના 2 ટુકડા ઉમેરો. ત્યારબાદ બળી ગયેલા દૂધમાં તૈયાર કરેલું મિશ્રણ મિક્સ કરો. દૂધમાંથી આતી ગંધ ટૂંક સમયમાં દૂર થઈ જશે. પરંતુ આ બળી ગયેલા દૂધ સાથે ચા કે કોફી ન બનાવવાની ખાસ કાળજી લો. તમે આ દૂધનો ઉપયોગ કણક બનાવવા માટે અથવા તેમાંથી વાનગી તૈયાર કરવા માટે કરી શકો છો.

નાગરવેલનું પાન

નાગરવેલનું પાન મોંનો સ્વાદ વધારવાનું કામ કરે છે. પરંતુ તેનો ઉપયોગ બળી ગયેલા દૂધની ગંધને દૂર કરવા માટે પણ થઈ શકે છે. ઓછા બળી ગયેલા દૂધમાં ઓછામાં ઓછા 4 પાન ઉમેરીને 30 મિનિટ સુધી અલગ રાખી મૂકો. નક્કી સમય બાદ દૂધમાંથી પાનને નીકાળી લો અને તેનાથી ચા, કોફી, પનીર સહિતની વસ્તુઓ બનાવી શકો છો.

આ પણ જુઓ : કાયમ માટે સાઇનસની સમસ્યાથી મળશે છૂટકારો, કરો બસ આટલું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન