અપનાવો આ કિચન ટિપ્સ, અને બની જાઓ કિચન ક્વિન - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Lifestyle
 • અપનાવો આ કિચન ટિપ્સ, અને બની જાઓ કિચન ક્વિન

અપનાવો આ કિચન ટિપ્સ, અને બની જાઓ કિચન ક્વિન

 | 2:00 pm IST

ઘર કોઈપણ જ્ઞાતિ કે જાતિનું હોય પરંતુ ઘરમાં રાજ તો મહિલાઓનું જ ચાલે છે, આવું મજાક મજાકમાં કહેતા આપણે ખચકાંતા નથી પરંતુ તે ઘણી બાબતોમાં સાચું પણ છે. કારણ કે એમને એટલી બધી નાની નાની બાબતો પર ધ્યાન હોય છે કે પરિવારમાં તેમની વગર કોઈને ચાલતું જ નથી. તો જોઈએ આવી નાની નાની કિચન ટિપ્સ.

 • તાંબા અને પિત્તળનાં વાસણ કાળાં પડી ગયાં હોય અને ચમકાવવાં હોય તો લીંબુના રસમાં થોડું મીઠું ઉમેરીને તે મિશ્રણથી વાસણ ઘસો, વાસણ ચમકી ઊઠશે.
 • જો બે તપેલી એકબીજામાં ભરાઈ ગઈ હોય તો તેને થોડી વાર માટે ફ્રીઝમાં મૂકી દો, પછી છૂટી પાડો, તરત છૂટી પડી જશે.
 • કૂકરની કાળાશ દૂર કરવા તેમાં થોડું ગરમ પાણી અને લીંબુનો રસ નાખી બે-ત્રણ કલાક રહેવા દો, કૂકર સાફ થઈ જશે.
 • કાચની વસ્તુને સાફ કરવા માટે તેના પર પાણી છાંટીને પછી છાપાના ટુકડાથી સાફ કરો.
 • રબડી બનાવતી વખતે દૂધમાં એક ચમચી બટર એડ કરો, દૂધ ઊભરાશે નહીં.
 • ચા બનાવ્યા પછી ચાના કૂચા ફેંકી ન દેતાં તેને ગુલાબના છોડમાં નાખો, તે ખાતરનું કામ કરશે.
 • લીલાં મરચાંનાં ડીંટાં કાપીને તેને કાગળમાં વીંટીને ફ્રીઝમાં મૂકવાથી તે લાંબા સમય સુધી લીલાં જ રહેશે.
 • જીરું કે વરિયાળીને શેકીને કાચની બોટલમાં ભરવાથી તે લાંબા સમય સુધી સારાં રહે છે.