આ નાની-નાની ટિપ્સ તમને બનાવશે કિચન ક્વિન, ફોલો કરો તમે પણ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Lifestyle
 • આ નાની-નાની ટિપ્સ તમને બનાવશે કિચન ક્વિન, ફોલો કરો તમે પણ

આ નાની-નાની ટિપ્સ તમને બનાવશે કિચન ક્વિન, ફોલો કરો તમે પણ

 | 3:53 pm IST

આપણા રસોડામાં નાના નાના કામની સાથે નાની નાની એટલી બધી મુંઝવણ હોય છે કે તેનો ઉકેલ માથાનો દુખાવો થાય છે. તો આજે જાણી લો તમે પણ તમારા માથાનો દુખાવો ચપટીભરમાં દૂર કરી દે તેવી કેટલીક કિચન ટિપ્સ વિશે..

 • ઘરે બનાવેલ માખણમાંથી ઘી બનાવ્યા પછી પાછળ વધેલા મિશ્રણને ફેંકી ન દેતાં એને ઠંડા પાણીમાં થોડીક વાર રહેવા દઈ પાંચથી છ કલાક ફ્રીઝમાં મૂકી રાખો. પાણી ઉપર અને વાસણમાં આજુબાજુ ઘી જામી જશે. જે તમે અલગ તારવી શકો છો. પૂરી, પરોઠાં કે અન્ય લોટ બાંધવામાં એનો ઉપયોગ કરી શકો છો.
 • ખૂબ વધુ પ્રમાણમાં ટામેટાંનો સંગ્રહ કરવો હોય, તો સૌ પ્રથમ એનો રસ કરી એને આઇસ ટ્રેમાં ભરી ફ્રીઝમાં મૂકી દો. જામી ગયેલા રસના ચોસલાને પ્લાસ્ટિક બેગમાં ભરી ફ્રીઝમાં રાખી મૂકો. ગ્રેવી, સોસ અને સૂપ બનાવવામાં આનો ઉપયોગ કરો.
 • પુલાવ બનાવતી વખતે ચોખા અડધાપડધા ચડી જાય ત્યારે એક ચમચી ખાંડ એમાં નાખી દો. પુલાવનો એક-એક દાણો છૂટો પડશે અને સુગંધ પણ સરસ આવશે.
 • એકદમ દહીંની જરૂરિયાત ઊભી થાય ત્યારે નવશેકા દૂધમાં મેળવણ નાખી એમાં એક લાલ મરચું મૂકી દો. દહીં બે કલાકથી પણ ઓછા સમયમાં તૈયાર થઈ જશે.
 • પૌષ્ટિક રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ દળાવતી વખતે 1:5ના પ્રમાણમાં એમાં સોયાબીનના દાણા ઉમેરો.
  બહારગામ જતી વખતે ફ્રીઝ બંધ કરતા પહેલાં તેમાં છાપાંના (ન્યૂઝપેપર) ટુકડાના મોટા મોટા ગોળા બનાવી ફ્રીઝમાં મૂકવા અને તેના પર ટેલ્કમ પાઉડર છાંટવો, તેથી ફ્રીઝમાં વાસ આવશે નહીં અને જીવાત પણ થશે નહીં.
 • રોટલી શેક્યા બાદ તવી પર લીંબુની છાલ ઘસશો તો તવી એકદમ ચોખ્ખી બની જશે.