NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ઘરની રાણીને બનાવશે મહારાણી આ કિચન ‘સ્માર્ટ ટિપ્સ’

ઘરની રાણીને બનાવશે મહારાણી આ કિચન ‘સ્માર્ટ ટિપ્સ’

 | 3:55 pm IST

ગૃહિણીને જો નાની નાની સરસ ટિપ્સનો સાથ હોય તો તેને ઘરની મહારાણી બનતાં વાર નથી લાગતી. તમને સ્માર્ટ બનવામાં મદદ કરે તેવી થોડી ટિપ્સ અહીં બતાવીએ છીએ.

  • પકોડા, ભજીયાં બનાવતી વખતે ચણાના લોટમાં થોડો કોર્ન ફ્લોર ભેળવવાથી તળતી વખતે તેલ ઓછું વપરાશે ઉપરાંત પકોડા, ભજિયા કરકરા ક્રિસ્પી થશે.
  • કાંદા સાંતળતી વખતે તેના પર મીઠું ભભરાવવાથી કાંદા જલ્દી સંતળાઈ જશે.
  • ફુદીનાના પાનને વાટી બરફની ટ્રેમાં પાણીમાં ભેળવી રાખી દેવા, બરફ જામી જાય બાદ જલજીરામાં એક-બે ટુકડા નાખવાથી જલજીરા સ્વાદિષ્ટ બનશે તથા આહારને પાચન કરવામાં સહાયક બનશે.
  • લીલા ટામેટાંને પાકા લાલ રંગના કરવા કાગળની થેલીમાં ટામેટા રાખી અંધારી જગ્યા એટલે કબાટમાં કે પેટીમાં રાખવા જલ્દી પાકી જશે.
    દુધી અથવા વટાણાની કુમળી છાલને મીઠું ચોપડી નાના ટુકડા કરી તળવાથી સ્વાદિષ્ટ લાગે છે.