kitchen tips know how to keep roti soft with simple waysoft
  • Home
  • Food & Lifestyle
  • સોફ્ટ રોટલી બનાવવા માટે કામની છે આ કમાલની ટ્રિક્સ!

સોફ્ટ રોટલી બનાવવા માટે કામની છે આ કમાલની ટ્રિક્સ!

 | 5:43 pm IST
  • Share

  • ગુજરાતી ઘરોમાં રોટલીનું છે ખાસ મહત્ત્વ

  • ગોળ, ફૂલેલી અને સોફ્ટ રોટલી દરેકને હોય છે પસંદ

  • ખાસ ટ્રિક્સની મદદથી બનશે રોટલી જબરદસ્ત

 

 

 

ગુજરાતી ઘરોમાં સામાન્ય રીતે ફૂલ ભાણું પસંદ કરવામાં આવે છે. દરેક ઘરમાં 2 વાર રોટલી બનતી જ હોય છે. જો તમે પણ રોટલી ખાવાનું પસંદ કરો છો તો તમારે કેટલીક ખાસ વાતોને જાણી લેવી જરૂરી છે. સોફ્ટ, ગોળ અને ફૂલેલી રોટલી માટે નાની વાતને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો તમે પણ જાણો રૂ જેવી પોચી રોટલી બનાવવા માટેની ખાસ ટિપ્સ.

 
લોટ ચાળવો જરૂરી

જ્યારે પણ તમે રોટલી માટે લોટ લો છો ત્યારે તેને ચાળી લેવો જરૂરી છે. જો લોટ સારી રીતે ચળાયો નહીં હોય તો પણ રોટલીઓ કડક બનશે. લોટ બાંધ્યા બાદ તેને ભીના કપડાથી ઢાંકીને રાખો તે જરૂરી છે.

 

મીઠાનો ઉપયોગ

રોટલી બનાવતા પહેલા લોટ બાંધો ત્યારે ખાસ વાતનો ખ્યાલ રાખવાનો રહે છે. આ સમયે તમારે લોટમાં મીઠાનો ઉપયોગ કરવાનો રહે છે. તેનાથી રોટલી સોફ્ટ બને છે અને તેનો સ્વાદ પણ વધે છે.

મોણનો ઉપયોગ

જ્યારે તમે રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. તે મોણનું કામ કરે છે. આ મોણના ઉપયોગથી રોટલી લાંબા સમય સુધી સોફ્ટ રહે છે.

 


ઘીનો ઉપયોગ

અડધી ચમચી ઘી લોટ માટે પૂરતું રહે છે. તેનો ઉપયોગ લોટને સોફ્ટ બનાવે છે. જો રોટલી ઠંડી થઈ જાય તો પણ તે સોફ્ટ રહે છે.

લોટ ઢાંકવો જરૂરી

રોટલીનો લોટ સોફ્ટ રહે તે માટે તેને બાંધ્યા બાદ તેને ઢાંકીને રાખવો જરૂરી છે. જ્યારે તમે રોટલી બનાવો ત્યારે તેને પહેલા એક વાર કેળવી લો. તેનાથી રોટલી તૂટશે નહીં અને શેક્યા બાદ પણ મુલાયમ રહેશે.

 

આ રીતે સોફ્ટ બનશે લોટ

જો તમે લોટ બાંધતી સમયે ઘી ઉમેરવાનું ભૂલી ગયા છો તો તમારે લોટ પર ઘી લગાવીને થોડી વાર ઢાંકી રાખવો. તેનાથી લોટ સોફ્ટ રહેશે અને રોટલી મુલાયમ બની રહેશે.

થોડો મુલાયમ લોટ બાંધો

રોટલીનો લોટ બાંધતા ધ્યાન રાખો કે તેને સોફ્ટ બાંધવામાં આવે. જો તમે વધારે કડક લોટ બાંધ્યો હશે તો રોટલી યોગ્ય રીતે બનશે નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો