conjusted and much things on platform is not good for kitchen vastu, adopt this tips
  • Home
  • Astrology
  • રસોડું અને પ્લેટફોર્મ હમેંશા ભરેલું ભરેલું ન રાખો, ગોઠવણ કરો આ રીતે

રસોડું અને પ્લેટફોર્મ હમેંશા ભરેલું ભરેલું ન રાખો, ગોઠવણ કરો આ રીતે

 | 2:01 pm IST

ઘર અને રસોડાની સજાવટનું અતિ મહત્વ છે. તે ઘરમાં દેખાવ અને સુંદરતામાં તો વધારો કરે છે પણ તે પણ પોતાની એક ઉર્જા ધરાવે છે. જ્યારે રસોડામાં વધું પડતો સામાન કે પ્લેટફોર્મ હમેંશા ભરેલું જ હોવું એ સારી વાત નથી. ફેગશુઈશાસ્ત્ર પ્રમાણે તે નકારાત્મક ઉર્જાને પેદા કરે છે. જ્યારે ભારતીય વાસ્તુશાસ્ત્રમાં રસોડાંમાં પૂરતા હવા-ઉજાસ અને વિન્ડ ડિરેક્શન તેમજ યોગ્ય દિશામાં સ્ટવ અને પાણીની ગોઠવણને મહત્વ આપવામાં આવ્યું છે. જો રસોડાની ગોઠવણી યોગ્ય થાય તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા પેદા કરે છે. તેને પરિણામે ઘરમાં પોઝિટિવ ઉર્જાનું વહન થાય છે. જે પરિવારની સુખાકારી સાથે સંબંધ ધરાવે છે. જો તમારા ઘરનું રસોડું બરોબર ન હોય તો દિવાળી પહેલાં જ તેને બદલી નાંખવાનું પ્લાન કરો. દિવાળી પહેલાં જ ઘર રિનોવેટ કરાવી યોગ્ય સજાવટ કરો.

રસાડામાં  જે સ્થાને, જે સામાન રાખીએ તે એવી રીતે હોવું જોઈએ કે તેનાથી વધુમાં વધુ પોઝિટિવ એનર્જી અંદર લાવી શકાય. કિચન એટલે ઘરનો એવો ભાગ જેમાં સ્ત્રીઓ પોતાનો વધું સમય વીતાવે છે. જો કિચન સાફ અને સ્વચ્છ ન હોય તો ત્યાં કામ કરવાનું મન થતું નથી. ઘણા લોકો કિચનને સુંદર બનાવવાના મોહમાં પૈસાનો વ્યય કરે છે, છતાં કોઇ લાભ થતો નથી.  અપનાવો કિચન વાસ્તુ ટિપ્સ, તેનાથી તમારી સુખાકારી વધશે. ઘરમાં સમૃદ્ધિનો વાસ થશે.

ફ્રીઝ :   ઘરમાં સારા પારિવારિક સંબંધો સ્થાપિત કરવા માટે કિચનમાં ફ્રીઝ દક્ષિણ-પશ્રિમ દિશામાં મૂકો.

વોશિંગ મશીન :   ઉત્તર દિશાનું તત્ત્વ પાણી છે, તેથી ઘરમાં વોશિંગ મશીનને પણ આ દિશામાં મૂકવું જોઇએ, કારણ કે તેમાં પણ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

માઇક્રોવેવ :   ઘરમાં ધાતુ તત્ત્વવાળી વસ્તુઓનો લાભ ઉઠાવવા માટે તેને પશ્રિમ દિશામાં કે પછી દક્ષિણ પશ્રિમ દિશામાં મૂકવું જોઇએ. કિચનમાં પડેલું માઇક્રોવેવ પણ ધાતુ સાથે જોડાયેલું છે તેથી તેને યોગ્ય દિશામાં મૂકો.

બર્નર :   રસોડામાં જે દરવાજામાંથી બહારનું દ્રશ્ય દેખાય એ જ તરફ ગેસનું બર્નર મૂકો. સિંક કે ફ્રીઝ પાસે ન મૂકશો. સામાન્ય રીતે સ્ટવ માટે અગ્નિ ખુણો ઉત્તમ રહે છે.

સિંક :   દક્ષિણ ક્ષેત્રને છોડીને તમે કિચનમાં કોઇપણ સ્થાન પર સિંક લગાવી શકો છો. બની શકે તો ઉત્તર દિશામાં બનાવો કારણ કે આ દિશાનો સંબંધ પાણી સાથે હોય છે.

માટલું કે પીવાનું પાણી ઘરમાં ઉત્તર દિશામાં કે પૂર્વ દિશામાં હોય તો તે શુભ ફળ દાતા બને છે.