KKR Company To Invest Rs. 11367 crore in Jio Platform
  • Home
  • Featured
  • એક જ મહિનામાં જિયો એ કર્યો પાંચમો સૌથી મોટો ધમાકો

એક જ મહિનામાં જિયો એ કર્યો પાંચમો સૌથી મોટો ધમાકો

 | 9:29 am IST

ગણતરીના સપ્તાહમાં જ રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સે વધુ એક મોટી ડીલ કરી છે. જિયો એ જાહેરાત કરી છે કે અમેરિકન કંપની KKR તેમાં 11367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ ડીલ બાદ Jio પ્લેટફોર્મસની ઇક્વિટી વેલ્યુ 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ 5.16 લાખ કરોડ થશે. જિયો પ્લેટફોર્મમાં કેકેઆરનું એશિયામાં સૌથી મોટું રોકાણ છે.

2.32% ઇક્વિટીમાં બદલાશે રોકાણ
KKR આ રોકાણ દ્વારા જિયો પ્લેટફોર્મ્સમાં 2.32 ટકા ઇક્વિટી હિસ્સેદારી ખરીદી લેશે. ગયા મહિનાથી લઇ અત્યાર સુધીમાં ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા, જનરલ એટલાન્ટિક અને કેકેઆર જિયો પ્લેટફોર્મ્સમાં અત્યાર સુધીમાં કુલ 78,562 કરોડ રૂપિયાનું કુલ રોકાણ કરવાની જાહેરાત કરી ચૂકયા છે.

જનરલ એટલાન્ટિકે કરી હતી 6500 કરોડનું રોકાણ
તાજેતરમાં અમેરિકાની કંપની જનરલ એટલાન્ટિક એ પણ જિયો પ્લેટફોર્મ્સમાં અંદાજે 6500 કરોડનું રોકાણ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કહ્યું હતું કે જનરલ એટલાન્ટિકે તેના ડિજીટલ એકમ જિયો પ્લેટફોર્મમાં 1.34 ટકા હિસ્સાના બદલામાં 6598.38 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ વીડિયો પણ જુઓ : રાજકોટ STથી વધુ 9 જિલ્લાઓની બસ શરૂ કરવામાં આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન