Dinesh Karthik Captaincy KKR Social Media Reaction Manoj Tiwary and Irfan Pathan
  • Home
  • Sports
  • Cricket
  • તો શું આ ક્રિકેટરે 12 દિવસ પહેલા જ કરી હતી દિનેશ કાર્તિકના રાજીનામાની ભવિષ્યવાણી?

તો શું આ ક્રિકેટરે 12 દિવસ પહેલા જ કરી હતી દિનેશ કાર્તિકના રાજીનામાની ભવિષ્યવાણી?

 | 3:02 pm IST

દિનેશ કાર્તિકે (Dinesh Karthik) અચાનક જ આઈપીએલ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ના કપ્તાન પદેથી અચાનક રાજીનામું આપતા ચારેકોર ચર્ચા જાગી છે. કાર્તિક ચાલુ આઈપીએલે જ કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું હતું. કાર્તિક કપ્તાન પદેથી રાજીનામું આપવાનો છે તેની ભવિષ્યવાણી 12 દિવસ પહેલા જ ભારતીય ક્રિકેટરે (Indian Cricketer) કરી દીધી હોવાની માહિતી સામે આવી છે.

કાર્તિકની કેપ્ટનશિપ છોડવાની અટકળો ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. ટીમ ઇન્ડિયાના ક્રિકેટર મનોજ તિવારી (Manoj Tiwary) એ તો 12 દિવસ પહેલા જ તેને કેપ્ટન પદેથી હટાવવાની આશંકા વ્યક્ત કરી હતી. કાર્તિકના સ્થાને ઇયોન મોર્ગન કોલકાતા નાઇટ રાઇડર્સની કેપ્ટનશિપ કરશે.

મનોજ તિવારી IPL 2020ની સિઝનમાં કોઈ ટીમનો ભાગ નથી પણ તે ક્રિકેટ એક્સપર્ટ તરીકે ક્રિકબઝ સાથે જોડાયેલ છે. મનોજ તિવારીએ 4 ઓક્ટોબરે એ વાતની આશંકા વ્યક્ત કરી હતી કે, દિનેશ કાર્તિકને કેપ્ટન પદેથી હટાવવામાં આવી શકે છે અને તેના સ્થાને ઇયોન મોર્ગનને જવાબદારી મળી શકે છે. મનોજ તિવારીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, વર્તમાન સિઝનમાં KKR જેવી મોટી ટીમની કેપ્ટનશિપ છોડવા માટે હિંમતની જરૂર પડે. મને વિશ્વાસ છે કે દિનેશ કાર્તિક બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન કરશે.

દિનેશ કાર્તિકની કેપ્ટનશિપ છોડવા પર ઇરફાન પઠાણે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઇરફાને લખ્યું હતું કે, સિઝનની વચ્ચે કેપ્ટન બદલવો ટીમના ખેલાડીઓ માટે સહજ ના હોય. આશા છે કે KKR અહીંથી રસ્તો નહીં ભટકે. KKR પ્લેઓફની રેસમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન