કરો યા મરો મુકાબલામાં પંજાબને હરાવી કોલકાતાનો 31 રને વિજય - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • કરો યા મરો મુકાબલામાં પંજાબને હરાવી કોલકાતાનો 31 રને વિજય

કરો યા મરો મુકાબલામાં પંજાબને હરાવી કોલકાતાનો 31 રને વિજય

 | 8:12 pm IST

કોલકાતા નાઇટ રાઇડર્સે કિંગ્સ ઇલેવન પંજાબ સામેની હાઈ સ્કોરિંગ મેચમાં 31 રને વિજય મેળવી પ્લેઓફમાં પ્રવેશવાની આશાને જીવંત રાખી હતી.

કોલકાતાના 12 મેચમાં 12 પોઇન્ટ થઈ ગયા છે અને પ્લેઓફમાં પ્રવેશવા માટે તેને પોતાની બાકી રહેલી બંને મેચ જીતવી જરૂરી બની ગઈ છે. બીજી તરફ આ હારને કારણે કિંગ્સ ઇલેવન પંજાબને પ્લેઓફમાં પ્રવેશવા માટે બાકીની ત્રણ પૈકી બે મેચમાં વિજય મેળવવો જરૂરી બની ગયો છે.

કોલકાતા નાઇટ રાઇડર્સે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 245 રનનો જંગી લક્ષ્યાંક ખડક્યો હતો. કોલકાતાનો આ સૌથી મોટો અને આઈપીએલમાં ત્રીજા નંબરનો સૌથી મોટો સ્કોર હતો. કોલકાતાના બેટ્સમેનોએ પંજાબના બોલરોને ચારેતરફ ફટકાર્યોહતો જે ખેલાડીઓના સ્ટ્રાઇક રેટ પરથી જોવા મળે છે.

કોલકાતાના આઠ બેટ્સમેનો પૈકી છ બેટ્સમેનોનો સ્ટ્રાઇક રેટ 200 કે તેથી વધુનો હતો જ્યારે બે બેટ્સમેનોનો સ્ટ્રાઇક રેટ 141 અને 158 રહ્યો હતો. પંજાબ તરફથી એન્ડ્રયુ ટાયે ચાર વિકેટ ઝડપી હતી. 246 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી પંજાબની ટીમે પણ જોરદાર ટક્કર આપી હતી પરંતુ 20 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવી 214 રન બનાવી શકી હતી. પંજાબ તરફથી લોકેશ રાહુલે 66 રન અને કેપ્ટન અશ્વિને 46 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી રસેલને ત્રણ અને પ્રસિધ કૃષ્ણને બે વિકેટ મળી હતી.