IPL-2018: MI vs KXIP- ટીમ હારી તો 'રડવા' લાગ્યો લોકેશ રાહુલ, જુઓ Video - Sandesh
NIFTY 10,513.85 +83.50  |  SENSEX 34,663.11 +318.20  |  USD 68.3425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL-2018: MI vs KXIP- ટીમ હારી તો ‘રડવા’ લાગ્યો લોકેશ રાહુલ, જુઓ Video

IPL-2018: MI vs KXIP- ટીમ હારી તો ‘રડવા’ લાગ્યો લોકેશ રાહુલ, જુઓ Video

 | 4:58 pm IST

બુધવાર રાતે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમને 3 રનોથી હરાવ્યું હતું. આ સાથે MIએ પ્લેઓફમાં જવા માટેની આશા જીવિત રાખી છે. બીજી બાજુ પંજાબની ટીમને એક વાર ફરીથી નિરાશાનો સામનો કરવો પડ્યો છે.

આ મેચમાં પંજાબે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાની નિર્ણય લીધો હતો. બેટિંગ માટે ઉતરેલી મુંબઈની ટીમે ફટાફટ ચાર વિકેટો ગુમાવી દીધી, બાદમાં પોલાર્ડે મહત્વના સમયે શાનદાર અર્ધ સદી ફટકારી. તેની આ ઈનિંગના સહારે મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 186 રનનો સ્કોર બનાવ્યો.

જીત માટે મળેલા 187 રનના ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સ ઈલેવન પંજાબ માટે કે એલ રાહુલ ફરી એકવાર હિટ સાબિત થયો. એક સમયે મુંબઈ પર IPLની બહાર થવાનો ભય તોળાઈ રહ્યો હતો. રાહુલ પંજાબને જીતાડવાના ઈરાદાથી જ રમી રહ્યો હતો.

આ હાર બાદ પંજાબ માટે શાનદાર ઈનિંગ રમનારો ઓપનર કે એલ રાહુલ ખૂબ જ ભાવુક થઈ ગયો. રાહુલે આ મેચમાં 60 બોલમાં 94 રનની જબરદસ્ત ઈનિંગ રમી. આ ઈનિંગમાં તેણે 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા પણ આમ છતા તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં.

તે બુમરાહની બોલિંગ એક બોલને બાઉન્ડ્રી બહાર મોકલવાના પ્રયાસમાં કેચ આઉટ થઈ ગયો. રાહુલના આઉટ થતાની સાથે મુંબઈએ મેચમાં કમબેક કરી લીધું. આ હાર બાદ રાહુલ ખૂબ જ દુ:ખી થઈ ગયો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

પણ મેચની છેલ્લી બે ઓવરમાં બાજી પલટાઈ ગઈ અને 19મી ઓવરમાં જસપ્રીત બુમરાહે રાહુલને આઉટ કરી મેચને મુંબઈની તરફેણમાં લાવી દીધી.