KL Rahul and Rohit Sharma will opener the T20 World Cup for Team India
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપમાં ઓપનિંગ જોડીને લઇ કોહલીનો મોટો નિર્ણય

ટી-20 વર્લ્ડકપમાં ઓપનિંગ જોડીને લઇ કોહલીનો મોટો નિર્ણય

 | 7:40 pm IST
  • Share

  • ટી-20 વર્લ્ડકપમાં વિરાટ કોહલી ઓપનિંગ નહીં કરે
  • ટીમ ઇન્ડિયા માટે રોહિત શર્મા-કેએલ રાહુલ ઓપનિંગ કરશે
  • ટી-20 વર્લ્ડકપ પહેલા ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ઇન્ડિયાની વોર્મ-અપ મેચ

ટી-20 વર્લ્ડકપમાં ભારત સોમવારે પોતાની પ્રથમ વોર્મઅપ મેચ રમી રહ્યું છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટૉસ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટું નિવેદન આપ્યું છે. વિરાટે સાફ કર્યું છે કે, તે આ ટી-20 વર્લ્ડકપમાં ઓપનિંગ નહીં કરે.

ટૉસ સમયે વિરાટ કોહલીએ કહ્યું કે, આઇપીએલ પહેલા સ્થિતિ અલગ હતી, પરંતુ આઇપીએલમાં જે પ્રકારે કેએલ રાહુલે સારૂ પ્રદર્શુન કર્યું છે. આવામાં તે ભૂલી શકાય નહીં. રોહિત શર્મા પહેલાથી જ અમારા માટે ઓપનિંગ કરી રહ્યો છે. તે વર્લ્ડક્લાસ પ્લેયર છે. આ કારણે હું ત્રણ નંબરે જ બેટિંગ કરીશ.

તમને જણાવી દઇએ કે, ટી-20 વર્લ્ડકપ પહેલા વિરાટ કોહલીએ કહ્યું હતું કે, તે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળશે પરંતુ હવે જ્યારે આઇપીએલમાં કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે, ત્યારે વિરાટ કોહલીને પોતાના આ નિર્ણયને બદલવો પડ્યો છે.

વર્લ્ડકપ શરૂ થતા પહેલા એ સવાલ દરેક ક્રિકેટ પ્રેમીના મનામાં હતો કે રોહિત શર્મા સાથે ઓપનિંગ કોણ કરશે. કારણ કે ટીમમાં હાલ કેએલ રાહુલ, ઇશાન કિશન જેવા ઓપનર પણ છે. પરંતુ વિરાટ કોહલીએ આ તમામ નિવેદનો પર લગામ કસી નાખી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો