KL Rahul Said IPL Should Banned Virat And AB de Villiers
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • કોહલીના મોઢા પર જ કેએલ રાહુલે કહી દીધું- તારા અને ડિવિલિયર્સ પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ

કોહલીના મોઢા પર જ કેએલ રાહુલે કહી દીધું- તારા અને ડિવિલિયર્સ પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ

 | 4:35 pm IST
  • Share

રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB)ની પાસે દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ વિરાટ કોહલી (Virat Kohli) અને એબી ડિવિલિયર્સ ( AB de Villiers) છે. વિરોધી ટીમોને તેમનો એટલો ખૌફ છે કે તે તેમના પર પ્રતિબંધ મુકવા ઇચ્છે છે. આઈપીએલમાં આ બંનેએ સાથે મળીને અનેક મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે. કોહલી (Kohli) અને ડિવિલિયર્સ 2011થી બેંગલોર તરફથી રમી રહ્યા છે. આ વર્ષની આઈપીએલમાં બેંગલોરની ટીમે સાતમાંથી 5 મેચ જીતી છે અને તે પ્લેઑફમાં જગ્યા બનાવવાની ઘણી જ નજીક પહોંચી ગઈ છે.

તમારે હવે બીજા ખેલાડીઓને કામ કરવા દેવું જોઇએ

બુધવારના એક ઇન્સ્ટાગ્રામ ચેટ દરમિયાન કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul)મજાકમાં કહ્યું કે, આઈપીએલના આયોજકોએ વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સને બેન કરી દેવા જોઇએ. રાહુલે આ વાત કોહલીના એ પ્રશ્નના જવાબમાં આપી જેમાં તેણે પુછ્યું હતુ કે તે ટી 20/IPLમાં શું બદલાવ કરવા ઇચ્છે છે? રાહુલે મજેદાર જવાબ આપતા કહ્યું કે, “સૌથી પહેલા મને લાગે છે કે હું આઈપીએલને કહીશ કે તને (વિરાટ) અને એબી ડિવિલિયર્સને આગામી વર્ષ માટે બેન કરી દેવા જોઇએ. એકવાર તમે રનોના ખાસ સ્તરે પહોંચી જાવ પછી લોકોને કહી દેવું જોઇએ કે, બસ થઈ ગયું. એકવાર તમે 5 હજાર રન બનાવી લીધા તો બહુ છે. હવે તમારે લોકોએ બીજા ખેલાડીઓને કામ કરવા દેવું જોઇએ.”

પોઇન્ટ્સ ટેબલમાં કેએલ રાહુલની ટીમ સૌથી છેલ્લે

પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો કેએલ રાહુલની કેપ્ટનશિપવાળી ટીમ અત્યારે સૌથી નીચેના ક્રમે છે. ટીમ કેટલીક મેચો જીતવાની છેક નજીક આવીને હારી છે. ટીમને દિલ્હી કેપિટલ્સથી સુપર ઑવરમાં હાર મળી હતી. તો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે તેને 2 રનથી હાર મળી હતી. હાર બાદ રાહુલે કહ્યું હતુ કે, તેની પાસે કોઈ શબ્દ નથી કે તેની ટીમ કેમ હારી.

આ વિડીયો પણ જુઓ: ભાવનગરના સિહોરમાં સફાઈકર્મીઓનો વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન