KL Rahul Speaking After Doing Good Performance Against Pak
  • Home
  • Sports
  • Cricket
  • પાકિસ્તાનનાં બૉલરોને હંફાવ્યા બાદ કેએલ રાહુલે કર્યો મોટો ખુલાસો, કહ્યું “જૂઠ નહીં બોલું, પરંતુ…”

પાકિસ્તાનનાં બૉલરોને હંફાવ્યા બાદ કેએલ રાહુલે કર્યો મોટો ખુલાસો, કહ્યું “જૂઠ નહીં બોલું, પરંતુ…”

 | 11:23 pm IST

રોહિત શર્માનાં 140, કેપ્ટન વિરાટ કોહલીનાં 77 અને લોકેશ રાહુલનાં 57 રનની મદદથી ભારતે પાકિસ્તાન સામે માન્ચેસ્ટરમાં 337 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. શિખર ધવનનાં સ્થાન પર ઑપનિંગમાં આવેલા કેએલ રાહલે રોહિત શર્મા સાથે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ પહેલી વિકેટ માટે 136 રનની ભાગેદારી નોંધાવી હતી અને ભારતને 50 ઑવરમાં 5 વિકેટે 336 રનનાં સ્કૉર સુધી પહોંચાડ્યું હતુ.

ઑપનિંગમાં આવેલો રાહુલ શરૂઆતમાં નર્વસ હતો

ભારતીય ઇનિંગ સમાપ્ત થયા બાદ ઑપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, “મે ઘણા લાંબા સમય બાદ વન ડેમાં ઑપનિંગ કરી છે. અમને ખબર હતી કે શરૂઆતમાં મોહમ્મદ આમિર અને હસન અલીને સંભાળીને રમવું પડશે. અમે એ જ કર્યું. અમારે શરૂઆતની 10 ઑવર વિકેટ ગુમાવ્યા વગર રમવાનું હતુ. મને ખુશી છે કે અમે અમારી રણનીતિને યોગ્ય અંજામ આપ્યો.” ધવનનાં સ્થાન પર ઇનિંગની શરૂઆત કરનારા રાહુલે કહ્યું કે, “હું જૂઠ નહીં બોલું, ભારત-પાકિસ્તાનની વચ્ચેની મેચને લઇને હું નર્વસ હતો, કેમકે મે લગભગ 2 વર્ષથી ઑપનિંગ નહોતી કરી, આ કારણે વધારે નર્વસ હતો.”

પાકિસ્તાન માટે મુશ્કેલ છે જીતવું

કેએલે રહ્યું કે, “મને લાગે છે કે અમરો સ્કૉર પડકારરૂપ છે. અમે અહીંની પરિસ્થિતિથી વાકેફ છીએ. અત્યારે વરસાદ થઈ રહ્યો છે અને વિકેટ કવર છે, કારણે 260-270નો ટાર્ગેટ સારો રહેશે. 300થી વધારે રન બનાવવા માટે પાકિસ્તાને ઘણી મહેનત કરવી પડશે. જો બૉલ ટર્ન થયો તો આપણા સ્પિનર્સને મદદ મળશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન