KL Rahul speaks on relationship with Alia Bhatt Friend Akansha Kapoor
  • Home
  • Sports
  • Cricket
  • આલિયા ભટ્ટની દોસ્ત સાથે અફેર પર કે.એલ.રાહુલે તોડ્યું મૌન, કહ્યું કે…

આલિયા ભટ્ટની દોસ્ત સાથે અફેર પર કે.એલ.રાહુલે તોડ્યું મૌન, કહ્યું કે…

 | 6:20 pm IST

ક્રિકેટ અને બોલિવૂડ વચ્ચેનો સંબંધ ઘણો જૂનો અને જાણીતો છે. ક્રિકેટર અને બોલિવૂડ સિતારા વચ્ચે સંબંધ સમય-સમય પર સામે આવ્યા છે. ત્યારે હવે ટીમ ઇન્ડિયાના મોસ્ટ એલિઝિબલ બેચલર કે.એલ.રાહુલ(KL Rahul) ના અફેરના સમાચાર મીડિયામાં છવાયેલા છે.

એવા સમાચાર છે કે કે.એલ.રાહુલનું અફેર બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની એક મિત્ર આકાંક્ષા રંજન સાથે ચાલી રહ્યું છે. જોકે હવે આ વિશે કે.એલ.રાહુલે પ્રતિક્રિયા આપી છે. એક ખાનગી મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં રાહુલે કહ્યું કે,‘‘હું સમાચાર વાંચતો જ નથી. તેથી નથી જાણતો કે કોણે મારે વિશે શું લખ્યું છે? હું શીખી ગયો છું કે ખાનગી જીવનને ખાનગી કેવી રીતે રાખવું. હાલ મારું ધ્યાન માત્ર ક્રિકેટ પર છે.’’

રિપોર્ટ મુજબ જ્યારે કે.એલ.રાહુલને સવાલ પૂછવામાં આવ્યો કે તે સિંગલ છે કે નહીં? તે વિશે રાહુલે જવાબ આપતા કહ્યું કે,‘‘હું આ બધું નથી જાણતો. જ્યારે મને ખબર પડશે તો હું સામેથી કોલ કરીને જણાવી દઈશ.’’ આપને જણાવી દઈએ કે હાલ કે.એલ.રાહુલ ટીમ ઇન્ડિયા સાથે વેસ્ટઇન્ડીઝના પ્રવાસે છે. જ્યાં 22 ઓગસ્ટે અંટીગા ખાતે પહેલી ટેસ્ટ મેચ રમાશે.

કોણ છે આકાંક્ષા રંજન?
આપને જણાવી દઈએ કે અમુક દિવસો પહેલા આકાંક્ષા રંજન સાથે કે.એલ.રાહુલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આકાંક્ષા રંજને પોતે રાહુલ સાથેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આકાંક્ષા રંજન એક મોડલ અને એક્ટ્રેસ છે. તેને સોશિયલ મીડિયા પર્સનાલિટી અને આલિયા ભટ્ટની દોસ્ત તરીકે વધુ ઓળખવામાં આવે છે. તેના પિતા શશિ રંજન એક્ટર અને ડાયરેક્ટર છે.

આ વીડિયો પણ જુઓ: સુરત પોલીસ કરશે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન