know-9-very-interesting-talk-about-swami-vivekanandji
  • Home
  • Astrology
  • સ્વામી વિવેકાનંદની 9 રોચક વાતો, જાણી લો અહિં

સ્વામી વિવેકાનંદની 9 રોચક વાતો, જાણી લો અહિં

 | 4:05 pm IST

12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. સમગ્ર દેશ આજે સ્વામી વિવેકાનંદને યાદ કરીને શ્રદ્ધા સુમન પાઠવે છે. આજે આપણે સ્વામી વિવેકાનંદ વિશે કેટલીક એવી ખાસ વાતો જાણીશું. જેનું ભારતના ઈતિહાસમાં વિશેષ પ્રદાન છે.

અમેરિકામાં પોતાની અસાધારણ પ્રતિભા અને પોતાની વાત મનાવનારા ભારતનું નામ રોશન કરનારા સ્વામી વિવેકાનંદ વર્ષ 1863માં જન્મ્યાં હતા. સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આવો જાણીએ એમના વિશેની કેટલીક ખાસ વાતો..

1. બહુમુખી પ્રતિભા ધરાવતા સ્વામી વિવેકાનંદ ભણવામાં સામાન્ય હતા. તેમને યૂનિવર્સિટી એન્ટ્રન્સ લેવલ પર 47 ટકા,  અને બીએમાં 56 ટકા મળ્યાં હતા.

2. સ્વામી વિવેકાનંદ ચાના શોખિન હતા. એ દિવસોમાં જ્યારે હિંદુ પંડિતાચાર્યના વિરોધી હતા. તેમણે પોતાના મઠમાં ચાનો પ્રવેશ કરાવ્યો હતો. એક વાર બેલૂર મઠમાં ટેક્સ વધારી દેવામાં આવ્યો હતો. એ પાછળ કારણ જણાવવામાં આવ્યું હતું કે આ એક પ્રાઈવેટ ગાર્ડન હાઉસ છે. પછી બ્રિટિશ મેજિસ્ટ્રેટની તપાસ પછી ટેક્સ હટાવી દેવામાં આવ્યા હતા.

3. મુગલાઈ આંસું
એક વાર વિવેકાનંદે મહાન સ્વતંત્રતા સેનાની બાળ ગંગાધર ટિળકને બેલૂર મઠમાં ચા બનાવવા માટે મનાવ્યા. ગંગાધર ટિળક પોતાની સાથે જાયફળ, જાવિંત્રી, ઈલાયચી, લવિંગ અને કેસર લાવ્યા ત્યારે બધાં જ માટે મુગલાઈ ચા બનાવી.

4. બેલૂર મઠમાં કોઈ પણ મહિલાના પ્રવેશને લઈને મનાઈ ફરમાવામાં આવી હતી. તે એટલે સુધી કડકાઈથી અમલ થતો કે મા એટલે કે જનેતાને પણ અંદર જવાની અનુમતિ ન હતી. એક વાર જ્યારે સ્વામી વિવેકાનંદને તાવ ચઢ્યો તો તેમના શિષ્ય તેમની માતાને બોલાવી લાવ્યા. એ જોઈને વિવેકાનંદ બરાડી ઉઠ્યા. તમે લોકોએ એક મહિલાનને અંદર આવવા કેમ દીધાં ? એ હું જ હતો કે જેણે નિયમ બનાવ્યા અને હવે મારા માટે જ આ નિયમોને તોડવામાં આવી રહ્યાં છે.

5. ખેતરીના મહારાજા અજિતસિંહ દ્વારા સ્વામીજીની માતાને આજીવન નિયમિત પણે એ જમાનામાં 100 રૂપિયા મોકલવામાં આવતા હતા. જેથી તેમને આર્થિક સમસ્યાઓનો સામનો ન કરવો પડે.

6. બીએની ડિગ્રી હોવા છતાં નરેન્દ્રનાથ( વિવેકાનંદનું સાચું નામ)ને  રોજગારીની શોધમાં ઘર-ઘર ભટકવું પડતું હતું. તે જોરથી કહેતાં, હું બેરોજગાર છું. નોકરીની શોધ કરીને જ્યારે તે થાકી ગયા ત્યારે તેમનો ભગવાન પરથી ભરોસો ઉઠી ગયો. તે લોકોને કહેવા લાગ્યા કે ભગવાનનું અસ્તિત્વ જ નથી.

7. સ્વામી વિવેકાનંદ દેખાવમાં એટલાં સુંદર હતાં કે અનેક સંપન્ન પરિવારની મહિલાઓ તેમના પર ફિદા હતી. તે તેમને પ્રેમ કરવા ઈચ્છતી હતી. પણ સ્વામી વિવેકાનંદે એ મહિલાઓને મચક જ ન આપી. તેમની ગરીબીનો ફાયદો ઉઠાવીને તેમને પોતાની નજીક લાવવા ઈચ્છતિ મહિલાઓ સફળ ન થઈ. તેમણે આ પ્રલોભનોમાં ફસાઈ જવા કરતાં ભૂખ્યા રહેવાનું વધું પસંદ કર્યું.

8. પિતાના મૃત્યુ પછી તેના પરિવાર પર સંકટ આવી ગયું. ગરીબીનના એ દિવસોમાં સવારે વિવેકાનંદ પોતાની માતાને કહેતા હતા કે તેમને ક્યાંક દિવસે જમવાનું નિમંત્રણ મળ્યું છે. એમ કહીને તે ઘર બહાર ચાલ્યા જતા. હકીકતમાં તેમને કોઈ નિમંત્રણ નહોતું મળતું. પણ તે એટલે આવું કરતાં કે ઘરના અન્ય લોકો પેટ ભરીને જમી શકે. તેમણે લખ્યું છે કે ક્યારેક મારા જમવા માટે બહું જ ઓછું બચતું હતું. ક્યારેક તો કઈં જ બચતું ન હતું.

9.પોતાના મોતના બે વર્ષ પહેલાં 1900માં જ્યારે તે યૂરોપથી છેલ્લી વાર ભારત આવ્યા ત્યારે વિવેકાનંદ ઝડપથી બેલૂર મઠ તરફ ચાલી નિકળ્યા, જેથી તે પોતાના શિષ્યો સાથે સમય વિતાવી શકે. તેમણે સાંભળ્યું કે અંદર રાતનું ભોજન ચાલી રહ્યું છે પણ દરવાજે તાળુ લટકતું હતું. તે ઝડપથી ગેટ પર ચઢી ગયા અને ડાઈનિંગ એરિયામાં પહોંચી ગયા. ત્યાં તેમણે પોતાનું સૌથી મનભાવન જમણ ખીચડી ખાધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન