કોણ છે CJI દિપક મિશ્રા, જેમની સામે બગાવતમાં ઊતર્યાં 4 જજ - Sandesh
  • Home
  • India
  • કોણ છે CJI દિપક મિશ્રા, જેમની સામે બગાવતમાં ઊતર્યાં 4 જજ

કોણ છે CJI દિપક મિશ્રા, જેમની સામે બગાવતમાં ઊતર્યાં 4 જજ

 | 4:52 pm IST

પહેલીવાર સુપ્રિમ કોર્ટના 4 જજોએ મીડિયા સામે આવીને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસની મેનેજમેન્ટ કાર્યશૈલી પર સવાલ ઉભા કર્યા છે. આ ચારેય જજ સપ્રિમ કોર્ટમાં સ્થાન મામલે જસ્ટિસ દિપક મિશ્રાની નીચે બીજાથી પાંચમા નંબર પર છે. અનેક ઐતિહાસિક નિર્ણયો લેનારા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ ગત વર્ષે જ પદ સંભાળ્યું છે. તે 2 ઓક્ટોબર, 2018 સુધી આ પદ પર બની રહેશે. તો ચાલો જાણીએ, કોણ છે દિપક મિશ્રા અને તેમની સાથે જોડાયેલી ખાસ માહિતી

ચીફ જસ્ટિસ દિપક મિશ્રા
જસ્ટિસ દિપક મિશ્રાનો જન્મ 3 ઓક્ટોબર, 1953ના રોજ થયો હતો. 14 ફેબ્રુઆરી, 1977મા તેમણે ઓરિસ્સા હાઈકોર્ટમાંથ વકાલતની પ્રેક્ટિસ શરૂ કરી હતી. 1996માં ઓરિસ્સા હાઈકોર્ટના એડિશનલ જજ બનાવ્યા ગયા અને બાદમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં તેમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું, 2009માં ડિસેમ્બરમાં તેમને પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા હતા. 24 મે 2010માં દિલ્હી હાઈક્રોટમાં ચીફ જસ્ટિસ તરીકે તેમનું ટ્રાન્સફર કરાયું હતું. 10 ઓક્ટોબર 2011ના રોજ તેમને સુપ્રિમ કોર્ટના જજ બનાવાયા હતા. મુંબઈ બ્લાસ્ટનો દોષી યાકુબ મેમનની ફાંસીની સજા જસ્ટિસ દિપક મિશ્રાની આગેવાનીવાળી બેન્ચે જ સંભળાવી હતી. યાકુબના મામલે આઝાદ ભારતમાં પહેલીવાર સુપ્રિમ કોર્ટમાં રાતભર સુનવણી ચાલી હતી. બંને પક્ષોની દલીલ બાદ યાકુબની અરજી નકારી કઢાઈ હતી અને તેને વહેલી સવારે ફાંસી આપવામાં આવી હતી.

દિપક મિશ્રાએ 27 ઓગસ્ટના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાનું પદ સંભાળ્યુ હતું, અને જસ્ટિસ જગદીશ સિંહ ખૈરની જગ્યા લીધી હતી. તેઓ ભારતના 45માં સીજેઆઈ છે, જેનો કાર્યકાળ 2 ઓક્ટોબર, 2018ના રોજ પૂરો થશે.

દિપક મિશ્રા પોતાના નિર્ણયોને લઈને અનેકવાર વિવાદોમાં રહે છે. થિયેટર્સમાં રાષ્ટ્રગીત અનિવાર્ય કરવાને લઈને તેઓ અનેકવાર ચર્ચામાં રહ્યા હતા. જોકે, હવે સુપ્રિમ કોર્ટે આ નિર્ણયને પરત લઈ લીધો છે.