know about famous Akshardham temple of gujarat at Ahmedabad
  • Home
  • Gujarat
  • ગુજરાતના સૌથી મોટા મંદિરમાંનું એક છે આ મંદિર, લો મુલાકાત

ગુજરાતના સૌથી મોટા મંદિરમાંનું એક છે આ મંદિર, લો મુલાકાત

 | 5:50 pm IST
  • Share

  • ગુજરાતના સૌથી મોટા મંદિરોમાંનું એક છે અક્ષરધામ

  • વાસ્તુ અને કલાની રીતે પણ છે મહત્ત્વનું છે મંદિર

  • 23 એકર જમીનમાં 6000 ટન ગુલાબી પત્થરથી બન્યું છે મંદિર

 
જો તમે અમદાવાદમાં રહો છો અને આસપાસમાં જ વીકેન્ડમાં કોઈ ધાર્મિક મુલાકાત કરવા ઈચ્છો છો તો તમે ગાંધીનગર રોડ પર આવેલા ગુજરાતના સૌથી મોટા મંદિરમાંના એક અક્ષરધામની મુલાકાત લઈ શકો છો. આ મંદિરની ખાસિયત છે કે તે 23 એકરમાં ફેલાયેલું છે. ભગવાન સ્વામીનારાયણ અહીંના પીઠાસીન દેવતા છે. તેને 6000 ટન ગુલાબી બલુઆ પત્થરનો ઉપયોગ કરીને બનાવાયું છે. આ મંદિર વાસ્તુશિલ્પ ચમત્કાર, મંદિર કલા, સંસ્કૃતિ અને ભક્તિનો આદર્શ મેળ છે. તેમાં ભગવાન સ્વામીનારાયણની એક જટિલ નક્કશીદાર સંરચના છે જે મંદિરના વિશાળ લોનમાં જોઈ શકાય છે.

 

ગુજરાતના પ્રમુખ સાંસ્કૃતિક કેન્દ્રોમાંનું એક છે આ મંદિર

અમદાવાદના ગાંધીનગર વિસ્તારમાં આવેલું અક્ષરધામ મંદિર ગુજરાતના પ્રમુખ સાંસ્કૃતિક કેન્દ્રોમાંનું એક છે. 1992માં આ મંદિરની સ્થાપના થઈ હતી. આ મંદિર ભગવાન સ્વામીનારાયણને સમર્પિત છે અને અહીં તેમની સોનાની લગભગ 7 ફીટ ઊંચી મૂર્તિ છે. આ મંદિરની દિવાલો પર ગુલાબી પત્થર લગાવાયા છે જે સૂરજનો પ્રકાશ પડતા જ ચમકવા લાગે છે.

વાસ્તુ અને કલાની રીતે પણ છે મહત્ત્વનું

 

અક્ષરધામ ગુજરાતના મહાન મંદિરોમાંનું એક છે. આ ભક્તિ, વાસ્તુકલા, કલાકાર્યો, પ્રદર્શનીનો પણ દુર્લભ સંયોગ છે. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આ મંદિરની સૈધ્ધાંતિક મૂર્તિ છે, ગાંધીનગર આવનારા યાત્રી આ સ્મારક અને મંદિરની અનોખી સુંદરતાને જોવા આવે છે. જો તમે અક્ષરધામની ટેગલાઈન પર નજર કરશો તો મળે છે કે તે એ સ્થાન છે જ્યાંકલા ચિરયુવા છે, સંસ્કૃતિ અસીમિત છે અને મૂલ્ય કાલાતીત છે.

 

કલાનો છે અદ્ભૂત સંયોગ

  • આ મંદિર હર્યા ભર્યા ઝાડથી સુશોભિત છે.
  • બાળકોના રમવા માટે બગીચામાં યોગ્ય વ્યવસ્થા પણ છે.
  • અહીં ઝરણા આ સ્થાનને વધારે આકર્ષક બનાવે છે.
  • મંદિરમાં કલા, વાસ્તુ, શિક્ષાની સાથે અન્ય અનેક વાતો પણ જોડાયેલી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો