અટલ બિહારીના શબ્દો મીડિયાને આજે યાદ આવ્યા કે નહીં....ત્યારે વાજપેયીએ કહ્યું હતું કે... - Sandesh
  • Home
  • Featured
  • અટલ બિહારીના શબ્દો મીડિયાને આજે યાદ આવ્યા કે નહીં….ત્યારે વાજપેયીએ કહ્યું હતું કે…

અટલ બિહારીના શબ્દો મીડિયાને આજે યાદ આવ્યા કે નહીં….ત્યારે વાજપેયીએ કહ્યું હતું કે…

 | 9:54 am IST

અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે અચાનકથી મુંબઇના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની અવર-જવર વધી ગઇ હતી કારણ કે અટલજી પોતાના જમણા ઘૂંટણનું ઓપરેશન કરાવા માટે અહીં પહોંચ્યા હતા. અટલજીના ઘૂંટણનું ઓપરેશન થવાનું હતું ત્યારે આ મીડિયાના સૌથી મોટા સમાચારમાંથી એક હતા અને સમાચારની બીજીબાજુ અફવાઓ પણ ખૂબ ફેલાવા લાગી હતી. ઓપરેશનની બરાબર પહેલાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ત્યારે અટલજીએ પત્રકારો સાથે વાતચીત દરમ્યાન હસતા-હસતા કહ્યું હતું કે ‘જેટલો બીમાર છું એટલું જ લખો, ન વધારે ન ઓછું.’ આજે ફરીથી અટલજી બીમાર છે અને એમ્સમાં એડમિટ છે. સત્તાવાર રિપોર્ટ મુજબ યુરીન ઇન્ફેકશન છે અને પૂર્વ પીએમની હાલત સ્થિર કહેવામાં આવી રહી છે.

જો કે તેમણે હોસ્પિટલમાંથી રજા કયારે મળશે તેને લઇ હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ અત્યારે આખો દેશ પોતાના લોકપ્રિય નેતા ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. પીએમ મોદી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત તમામ મોટા નેતા અટલજીને જોવા માટે એમ્સ પહોંચી ચૂકયા છે અને આ સિલસિલો સતત ચાલુ છે. આવો આપને જણાવીએ કે એક દાયકાથી પણ વધુ સમયથી જાહેર જીવનથી દૂર અટલજીનું સ્વાસ્થ્ય કેવું રહ્યું……

જાણો, અટલની વાર્તા તેમની જુબાની
2009: આ એ વર્ષ હતું જ્યારે ભારતીય રાજકારણના કેટલાંક શાનદાર નેતાઓ વક્તાઓમાંથી એક અટલ બિહારી વાજપેયીનો ઓજસ્વી અવાજ ફરીથી સાંભળવા મળ્યો નહીં. આ વર્ષે અટલને આઘાત (સ્ટ્રોક) લાગ્યો હતો અને ત્યારબાદ તેમને બોલવામાં સમસ્યા થવા લાગી હતી. ત્યારથી લઇ આજ સુધી અટલના શાનદાર ભાષણથી દેશ અને લોકો વંચિત જ રહ્યાં.

આમ તો વાજપેયીને સ્ટ્રોક 2009માં આવ્યો હતો પરંતુ આની પહેલાં જ તેમને ડિમેંશિયા નામની બીમારી થવાની ચર્ચા શરૂ થઇ ગઇ હતી. ડિમેંશિયા કોઇ ખાસ બીમારીનું નામ નથી પરંતુ આ એક એવા લક્ષ્ણો કહેવાય છે જ્યારે વ્યક્તિની મેમરી નબળી થતી જાય છે અને તેઓ પોતાના રોજીંદા જીવનનું કામકાજ વ્યવસ્થિત કરી શકતા નથી. આ બીમારીથી પીડિત થયા બાદ સતત જાહેર જીવન જીવનાર અટલ એક રીતે એકલા પડી ગયા.

2014: માર્ચ 2014મા એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો. તેમાં બહાર આવ્યું હતું કે અટલજી શાંત છે અને તેમની પાસે તેમની ભાજપા પાર્ટીની અંદરની નાની કે મોટી કોઇ ગતિવિધીની માહિતી નથી.

2015: આ વર્ષે પૂર્વ પીએમ વાજપેયીની તસવીર છેલ્લી વખત ત્યારે સામે આવી જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને ભારત રત્નથી સમ્માનિત કરવા તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ અટલજીની કોઇ તસવીર સામે આવી નથી.