NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • FTIIના ચેરમેન બનતા જ અનુપમ ખેરનો વિરોધ કરાયો, આખરે કેમ?

FTIIના ચેરમેન બનતા જ અનુપમ ખેરનો વિરોધ કરાયો, આખરે કેમ?

 | 11:15 am IST

અનુપમ ખેરને ભારતીય ફિલ્મ તેમજ ટેલિવીઝન સંસ્થાન (FTII)ના ચેરમેન નિયુક્ત કરાયા પર વિદ્યાર્થી સંઘે આજે આરોપ લગાવ્યો છે કે, આ બાબત હિતોના ટકરાવના મુદ્દાની છે. કારણ કે, અનુપમ ખેર મુંબઈમાં પોતાની અલગ એક્ટિંગ ઈન્સ્ટિટ્યૂટ ચલાવે છે.

એફટીઆઈઆઈના વિદ્યાર્થી સંઘે અનુપમ ખેર દ્વારા દેશમાં અસહિષ્ણુતા અને મોદી સરકારના વિચારો પર પ્રચાર કરવાના મામલે અનુપમ ખેરનો વિરોધ કર્યો છે. પરંતુ આ સાથે જ એફએસએના અધ્યક્ષ રોબિન રોયે કહ્યું કે, અનુપમ ખેરની યોગ્યતા તેમને કોઈ તકલીફ નથી.

અનુપમ ખેર મુંબઈમાં પોતાની એક્ટિંગ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ ચલાવે છે અને આવામાં તેમને એક સરકારી સંસ્થાનનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે, જેનાથી સંસ્થાનના હિતો અથડાય છે. સવાલ એ છે કે, એક પ્રાઈવેટ ઈન્સ્ટિટ્યૂટ ચલાવનાર વ્યક્તિ કેવી રીતે સરકારી સંસ્થાનના નેતૃત્વ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ ચેરમેન ગજેન્દ્ર ચૌહાણની નિયુક્તિને લઈને પણ અનેક સવાલો ઉભા થયા હતા. ચૌહાણે અનુપમ ખેરને FTIIના અધ્યક્ષ બનવા પર શુભકામનાઓ આપી હતી. સાથે જ પ્રશાસન પર નિશાન સાધતા કહ્યું કે, સંસ્થાનને સારા એક્ટર જ નહિ,પરંતુ એડમિનિસ્ટ્રેટરની જરૂર છે.