All you wanted to know about National Savings Certificates
  • Home
  • Business
  • જાણો પોસ્ટ ઓફીસની નેશનલ સેંવિગ સર્ટિફીકેટ યોજનામાં કેવી રીતે કરી શકાય છે રોકાણ

જાણો પોસ્ટ ઓફીસની નેશનલ સેંવિગ સર્ટિફીકેટ યોજનામાં કેવી રીતે કરી શકાય છે રોકાણ

 | 11:27 am IST

અચાનક આવી પડતી ઈમરજન્સી સામે લડવા બચત હોવી ખુબજ જરૂરી છે. આવક એ મોટો ભાઈ છે એવી આપણે ત્યાં કહેવત છે. તમારી જે પણ આવક હોય તેનો 10 ટકા ભાગ નિયમિત પણે બચતમાં રાખવો જોઈએ. તેનાથી તમે ભવિષ્યને સુનિશ્ચિત કરી શકો છો. બચત કરવા હાલ કેટલીક ખાસ યોજનાઓ છે જેમાં તમને સિક્યોરિટીની સાથે સાથે સારો વ્યાજદર પણ મળે છે. પોસ્ટ ઓફીસમાં હાલ નવ પ્રકારની બચત યોજનાઓ આવેલી છે.

પોસ્ટ ઓફીસ દ્વારા રજૂ કરવામા આવેલી નવ બચત યોજના પૈકીની એક પ્રમુખ યોજના છે નેશનલ સેંવિગ સર્ટિફીકેટ(NSC) રાષ્ટ્રીય બચત યોજના છે. 31માર્ચના ત્રીમાસીક અંત સુધી એનએસસી માટે વ્યાજ 8 ટકા સુધી કરવામા અવ્યું છે.જાણો પોસ્ટ ઓફીસની નેશનલ સેંવિગ સર્ટિફીકેટ યોજના વિશે.

કેટલી રકમથી કરી શકશો રોકાણ?

એનએસસી કે રાષ્ટ્રીય બચત યોજના માટે ન્યુનતમ રોકાણ માત્ર 100 રૂપીયા સુધી જરૂરી છે. એનએસસીમા રોકોણ માટે કોઇ ઉપરી મર્યાદા નથી.

રકમ પાકવાની મુદ્દત

અહીં મૈચ્યોરીટી પીરિયડ પર 100 રૂપીયા રોકાણ પર પાંચ વર્ષની અવધી પુરા થવા પર 146193ની ઓફર મળશે.ઇન્ડિયા પોસ્ટ મુજબ નેશનલ સેંવિગ સર્ટિફીકેટ(NSC) પાંચ વર્ષ સુધી લોક ઇન અવધી છે.એટલે કે પાંચ વર્ષ સુધી તમે જે રકમ જમા કરાવી હોય તે પરત મળતી નથી.

ઈનકમ ટેક્સમાં મળશે લાભ

આયકર અધીનીયમ ધારા 80સીમા નેશનલ સેંવિગ સર્ટિફીકેટ(NSC) હેઠળ 100000 રૂપિયા સુધી કર બાદ મળવા પાત્ર છે.એનએસસીમા બચત કોઇ પણ પોસ્ટ એફિસ કે જ્યાં બચત ખાતું હોય ત્યાં ઉપલબ્ધ થય શકે છે. એનએસસીનું વ્યાજ પ્રત્યેક વર્ષની આવકમા સામેલ થશે.

બે પ્રકારના હોય છે નેશનલ સેંવિગ સર્ટિફીકેટ

રાષ્ટ્રીય બચત પત્ર બે પ્રકારના હોય છે.ટાઇપ-1 (VIII ઇશ્યુ) અને બીજુ ટાઇપ-2(IX) આ ટીડીએસ કપાત નથી,બીજી એક ખાસ બાબત અહિં ટ્રસ્ટ અને એચયુએફ આમાં રોકાણ નહી કરી શકે.