Know About INX Media Case In Which Chidambaram Arrested
  • Home
  • Featured
  • જાણો શું છે કરોડોનાં કૌભાંડવાળો INX મીડિયા કેસ, જેનો રેલો છેક ચિદમ્બરમ સુધી પહોંચ્યો

જાણો શું છે કરોડોનાં કૌભાંડવાળો INX મીડિયા કેસ, જેનો રેલો છેક ચિદમ્બરમ સુધી પહોંચ્યો

 | 11:26 pm IST

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણા મંત્રી અને કૉંગ્રેસનાં કદાવર નેતા પી. ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. હાઈ વૉલ્ટેજ ડ્રામા બાદ આખરે CBIની ટીમ ચિદમ્બરમની ધરપકડ કરવામાં સફળ રહી. ચિદમ્બરમ લગભગ 27 કલાક બાદ કૉંગ્રેસની ઑફિસ પહોંચ્યા હતા અને અહીં તેમણે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે પોતે આરોપી ન હોવાની વાત કહી હતી અને કહ્યું કે, તેમને ફસાવવામાં આવી રહ્યા છે.

આઈએનએક્સ મીડિયાનાં પ્રમોટર પીટર અને ઇન્દ્રાણી મુખર્જી હતા. તપાસ એજન્સીઓનો દાવો છે કે 2007માં જ્યારે ચિદમ્બરમ નાણા મંત્રી હતા ત્યારે તેમણે પીટર મુખર્જી અને ઇન્દ્રાણી મુખર્જીની કંપની આઈએનએક્સ મીડિયાને મંજૂરી અપાવી હતી. ત્યારબાદ આ કંપનીમાં કથિત રૂપથી 305 કરોડનું વિદેશી રોકાણ થયું હતુ. માત્ર 5 કરોડનાં રોકાણની પરવાનગી મળી હતી, પરંતુ આઈએનએક્સ મીડિયામાં 300થી વધારે કરોડ રૂપિયાનું રોકાણ થયું. એવું પણ કહેવામાં આવે છે કે ચિદમ્બરમનાં દીકરા કાર્તિ ચિદમ્બરમે પણ લાંચ લીધી હતી.

સીબીઆઈનો આરોપ છે કે ખાનગી કંપની જેના પર કાર્તિ ચિદમ્બરમનો કંટ્રોલ હતો, તેને ઇન્દ્રાણી અને પીટર મુખર્જીનાં મીડિયા હાઉસથી ફંડ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતુ. આરોપ છે કે કાર્તિએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને આઈએનએક્સને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ અપાવવામાં મદદ કરી હતી.

આઈએનએક્સ મીડિયા મામલે સીબીઆઈએ 15 મે 2017નાં એફઆઇઆર નોંધાવી હતી, ત્યારબાદ ઈડીએ ગત વર્ષે આ સંબંધમાં મની લૉન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો.

વિદેશી મૂડી રોકાણની આડમાં ચાલી રહેલા આ ખેલનો ખુલાસો 2G સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસ દરમિયાન એરસેલ-મેક્સિસ ડીલની તપાસથી શરૂ થયો. આ ડીલમાં મની લૉન્ડ્રિંગની તપાસ કરી રહેલી ઈડી ટીમનું ધ્યાન મેક્સિસથી જોડાયેલી કંપનીઓથી તત્કાલીન નાણા મંત્રી ચિદમ્બરમનાં દીકરા કાર્તિ ચિદમ્બરમથી જોડાયેલી કંપનીઓમાં પૈસા આવવા પર ગયું. ત્યારબાદ આમાં લાંચની એક પછી એક પરતો ખુલી. આઈએનએક્સની પ્રમોટર ઇન્દ્રાણી મુખર્જીનાં સરકારી સાક્ષી બન્યા બાદ ચિદમ્બરમ સુધી આ કૌભાંડનો રેલો પહોંચ્યો.

આ વિડીયો પણ જુઓ: પી.ચિદંબરમના ઘરે ધરપકડને લઈ હાઈ વોલ્ટેજ ડ્રામા – પાર્ટ 03

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન