Know about Madhuri Dixit and Ajay Jadeja Love Affair Rumors
  • Home
  • Entertainment
  • Bollywood
  • BirthDay: જાણો કોણ છે એ ક્રિકેટર જેની સાથે જોડાયું હતું માધુરી દીક્ષિતનું નામ

BirthDay: જાણો કોણ છે એ ક્રિકેટર જેની સાથે જોડાયું હતું માધુરી દીક્ષિતનું નામ

 | 4:36 pm IST

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિતનો આજે જન્મદિવસ છે. વર્ષોથી બોલિવૂડ પર રાજ કરનારી માધુરીની સુંદરતા હાલ પણ ફેન્સના દિલો પર રાજ કરે છે. માધુરી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી માધુરી ફેન્સ સાથે સીધે જોડાય છે. તેની તસવીરો અને વીડિયો ફેન્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે.

ફિલ્મોની વાત કરીએ તો છેલ્લે માધુરી દીક્ષિત કરણ જોહરની ફિલ્મ ‘કલંક’માં સંજય દત્ત અને તેની પહેલા નિર્દેશક ઈન્દ્ર કુમારની ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં અનિલ કપૂર સાથે નજરે આવી હતી. માધુરીના ચાહકોમાં બોલિવૂડ એક્ટર્સની લાંબી કતાર છે. તેનું નામ સંજય દત્ત, અનિલ કપૂર સાથે જોડાતુ રહ્યું છે. પરંતુ માધુરીનું દિલ માત્ર ક્રિકેટર અજય જાડેજા પર આવ્યું હતું. આજે અમે તમને જણાવીએ છીએ કે કેમ અજય જાડેજા અને માધુરી દીક્ષિતનો સંબંધ આગળ વધી શક્યો નહી.

માધુરી દીક્ષિતનું નામ ઘણા અભિનેતાઓ સાથે સંકળાયેલું હતું પરંતુ માધુરી ક્રિકેટર અજય જાડેજા પર ફિદા હતી. બંન્નેની મુલાકાત એક મેગેઝીનનાં ફોટોશૂટ દરમિયાન થઇ હતી. પ્રથમ મુલાકાતમાં જ માધુરી અને અજયનાં અફેર્સનાં કિસ્સાઓ સામે આવવા લાગ્યા હતાં.

માધુરી સાથે નામ જોડાયા બાદ અજય જાડેજાનાં ફિલ્મોમાં આવવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો હતો. માત્ર એટલું જ નહી માધુરીએ એર પ્રોડ્યૂસર્સને તેમની ફિલ્મમાં અજયને લેવાની ભલામણ પણ કરી હતી. માધુરી સાથે જોડાયાની અસર અજયની રમત પર પણ જોવા મળી અને તેનું પરફોર્મન્સ સતત નીચે આવી રહ્યું હતું.

જાડેજાની રમત પર અસર પડવાથી જાડેજાનો પરિવાર નારાજ હતો અને તેથી તેને રમત પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવી હતી. રિપોર્ટસ અનુસાર જાડેજા રોયલ ફેમિલીથી હતો, જ્યારે માધુરી એક મધ્યમ વર્ગીય ફેમિલીથી. આ કારણે અજય જાડેજાનો પરિવાર તેમના અફેરને લઇ ખુશ ન હતો અને તેઓ માધુરી સાથે સંબંધ આગળ વધારવા ઇચ્છતા ન હતાં.

અફેરની ખબરો વચ્ચે અજય જાડેજાનું નામ અઝહરૂદ્દિન સાથે મેચ ફિક્સિંગમાં જોડાયું, જાડેજાની આ ભૂલનાં કારણે માધુરીએ તેની સાથે દૂરી બનાવી લીધી. બાદમાં માધુરીએ ડૉક્ટર શ્રીરામ માધવ નેને સાતે લગ્ન કરી લીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન