Know about Political parties expenditure on social platform
  • Home
  • Election 2019
  • જાણો ચૂંટણી દરમિયાન ઓનલાઈન જાહેરાત માટે કઈ પાર્ટીએ કર્યો કેટલો ખર્ચ?

જાણો ચૂંટણી દરમિયાન ઓનલાઈન જાહેરાત માટે કઈ પાર્ટીએ કર્યો કેટલો ખર્ચ?

 | 6:29 pm IST

ભારતમાં રાજકીય પક્ષોએ સોશિયલ મીડિયાને ચૂંટણી પ્રચારનું એક હથિયાર બનાવી દીધું હતું. ઓનલાઈન પ્રચાર માટે રાજકીય પક્ષોએ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. ફેબ્રુઆરીથી અત્યાર સુધી ફેસબૂક અને ગુગલ સહિતના ડિઝિટલ પ્લેટફોર્મ પર પ્રચાર માટે 53 કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ફેસબૂકના વિજ્ઞાપના રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ફેબ્રુઆરીથી 15 મે સુધી તેના પ્લેટફોર્મ પર 1.21 લાખ રાજનીતિક એડ ચાલી છે. તેના પર રાજનીતિક પત્રોએ 26.5 કરોડનો ખર્ચ કર્યો છે.

ગુગલ, યુટ્યુબ અને તેની સહાયક કંપનીઓ પર 19 ફેબ્રુઆરીથી આજ દિન સુધી 14, 837 વિજ્ઞાપનો પર રાજનીતિક પાર્ટીઓએ 27.36 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. બીજેપીએ ફેસબુક પર 2500થી વધુ વિજ્ઞાપન માટે 4.23 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ‘માય ફર્સ્ટ વોટ ફોર મોદી’, ‘ભારતના મનની વાત’ અને ‘નેશન વિથ નમો’ જેવા ફેસબુક પેજએ પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર વિજ્ઞાપનો માટે ચાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ગુગલના પ્લેટફોર્મ પર ભાજપે 17 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કર્યો છે. કોંગ્રેસ ફેસબુક પર 3686 એડ માટે 1.46 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. તો ગુગલ પર 425 એડ માટે કોંગ્રેસે 2.71 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ફેસબુકના આંકડાઓ પ્રમાણે તૃણમુલ કોંગ્રેસે 29.28 લાખનો ખર્ચ કર્યો છે.

આમ આદમી પાર્ટીએ ફેસબુક પર 176 એડ આપી છે અને તેના માટે 13.62 લાખ રૂપિયાની ચૂકવણી કરી છે. તો ગુગલ પ્રમાણે આપ દ્વારા તેના પ્લેટફોર્મ પર 2.18 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન