Know about Redmi Note 7 Features, Note 7 will Launch to set in Next Week
  • Home
  • Featured
  • જાણો Redmi Note 7 Proમાં કેવા હશે ફિચર્સ, 28 ફેબ્રુઆરીએ લોન્ચ થશે Note 7

જાણો Redmi Note 7 Proમાં કેવા હશે ફિચર્સ, 28 ફેબ્રુઆરીએ લોન્ચ થશે Note 7

 | 11:37 pm IST

Redmi Note 7 આગામી સપ્તાહે ભારતમાં લોન્ચ થવાનો છે. પરંતુ તેમ છતાં કેટલાક લોકો તેના પ્રો વેરિયંટ Redmi Note 7 Proના લોન્ચ થવાની રાહ જોઈ રહ્યા છે. જોકે એવા ફેન્સ માટે એક સારી ખબર છે. રિપોર્ટ મુજબ Redmi Note 7 Pro સ્માર્ટફોનના લોન્ચ થવાની તારીખની જાહેરાત જલ્દી થવાની સંભાવના છે. જ્યારે સૂત્રો મુજબ કંપનીના CEOએ કન્ફર્મ કર્યું છે કે 18 મેગાપિક્સલવાળો આ સ્માર્ટફોન આગામી સપ્તાહે ચીનમાં લોન્ચ કરવામાં આવશે. રિપોર્ટ મુજબ તેની કિંમત લગભગ 21,500 રૂપિયા હશે. જ્યારે કેટલીક અન્ય રિપોર્ટ પ્રમાણે પ્રો વેરિયન્ટની કિંમત રૂ.17,000થી શરૂ થઈને રૂ.22,000 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી શકે છે.

Redmi Note 7 Proના સ્પેસિફિકેશન્સ:

રિપોર્ટ મુજબ Redmi Note 7 Proમાં પણ રેડમી નોટ 7ની જેમ 48 મેગાપિક્સલનો પાવરફુલ કેમેરો હશે. આ સ્માર્ટફોનમાં સોની IMX586 સેંસર પણ આપવામાં આવશે. સોનીનું કહેવુ છે કે આ સેંસર લો-લાઇટ ફોટોઝ ક્લિક કરવા માટે ઓપ્ટિમાઇજ કરવા આવ્યું છે. તમને બતાવી દઈએ કે રેડમી નોટ 7માં સેમસંગ GMI સેંસર આપવામાં આવ્યું છે. ફોનમાં યુઝર્સને ક્વાલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર આપવામાં આવી શકે છે. આ પ્રોસેસર 11nm પ્રોસેસર પર બેસ્ડ છે અને આમાં ગ્રાફિક્સ માટે Adreno 612 આપવમાં આવશે. રેડમી નોટ 7માં જૂના સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવશે.

ઉપરાંત કંપની નોટ 7 પ્રોમાં અંડર-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેંસરની સુવિધા આપી શકે છે. GSM Arenaની રિપોર્ટ મુજબ રેડમી નોટ 7ના ટીઝરમાં ફિંગર પ્રિંટ સેંસર ડિસ્પ્લેની અંદર હોવાના સંકેત મળ્યા હતા. નવા રેડમી નોટ 7 પ્રોમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે એવી પણ વકી છે. જ્યારે રેડમી નોટ 7 હાલ ક્લિક ચાર્જિંગ 4.0 સપોર્ટ કરે છે. રેડમી નોટ 7 પ્રોના સૌથી સારા વેરિયન્ટમાં 8GB રેમ અને 128GB સુધીનો ઈન્ટરનલ સ્ટોરેજ મળી શકે છે. સ્માર્ટફોનનો એક વેરિયન્ટ 6GB રેમની સાથે લોન્ચ થઈ સકે છે. જ્યારે રેડમી નોટ 7નો બેઝ વેરિયન્ટ 3GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્પેસની સાથે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન