Business Bank: know about student credit card in India
  • Home
  • Business
  • વિદ્યાર્થીઓ માટે ખાસ છે આ ક્રેડિટ કાર્ડ, જાણો કેવી રીતે કરાય એપ્લાય અને તેના ફાયદા

વિદ્યાર્થીઓ માટે ખાસ છે આ ક્રેડિટ કાર્ડ, જાણો કેવી રીતે કરાય એપ્લાય અને તેના ફાયદા

 | 4:33 pm IST

ટેક્નોલોજીના આ યુગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ડિજિટલ વોલેટ, ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન પસંદ કરે છે. ખાસ કરીને અન્ય શહેરોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પૈસા અને ખર્ચનું સંચાલન કરવું મુશ્કેલ બને છે. આજના સમયમાં, ઘણી બેંક અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ વિદ્યાર્થીઓને ક્રેડિટ કાર્ડ ઓફર કરે છે. રોકડની સરખામણીમાં ક્રેડિટ કાર્ડ રાખવું ઘણું સરળ પડે છે. કારણ કે ચોરીના કિસ્સામાં તેને લોક કરી શકાય છે. આજે અમે તમને વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો કહી રહ્યાં છીએ.

કોણ કરી શકે છે વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ માટે અરજી:
વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માટે, ઉંમર 18 કે તેથી વધુ હોવી જરૂરી છે. આ ક્રેડિટ કાર્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નથી. તે માત્ર કોલેજના વિદ્યાર્થી માટે જ છે. ક્રેડિટ કાર્ડની અરજી કરતા સમયે કોલેજ આઈડી જેવા પુરાવાની જરૂર પડે છે. ઘણી બેન્કો ફક્ત શૈક્ષણિક લોન લેતા વિદ્યાર્થીઓને ક્રેડિટ કાર્ડ આપે છે. આ માપદંડ મુજબ બધી બેન્કો ક્રેડિટ કાર્ડ આપતી નથી. જો બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ હોય તો, બેન્ક વિદ્યાર્થીને ક્રેડિટ કાર્ડ ઓફર કરે છે. જો પરિવારમાં કોઈના નામ પર ક્રેડિટ કાર્ડ હોય તો તે વિદ્યાર્થીના નામ પર એડ-ઓન કાર્ડ માટે અરજી કરી શકાય છે. જો બચત ખાતું હોય, તો બેન્કો ક્રેડિટ કાર્ડ આપે છે.

ક્રેડિટ કાર્ડ માટે આવશ્યક દસ્તાવેજો:
– જન્મ પ્રમાણપત્ર
– કોલેજ / યુનિવર્સિટી આઈડી કાર્ડ
– સરનામાના પુરાવા
– પાસપોર્ટ સાઇઝ ફોટો
– પાનકાર્ડ

વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ ફીચર્સ:
ક્રેડિટ મર્યાદા:
વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડની મર્યાદા રૂપિયા 15,000 સુધી હોય છે.

માન્યતા:
વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ માન્યતા 5 વર્ષની છે.

ફી:
વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ્સમાં ઘણીવાર ફી જોડવામાં આવતી નથી અને વાર્ષિક ફી પણ ખૂબ ઓછી હોય છે.

ડુપ્લિકેટ કાર્ડ:
જો કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો ડુપ્લિકેટ કાર્ડ માટે કોઈ ફી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન