મક્કા બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર થયેલા સ્વામી અસીમાનંદનું ગુજરાત સાથે છે કનેક્શન - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મક્કા બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર થયેલા સ્વામી અસીમાનંદનું ગુજરાત સાથે છે કનેક્શન

મક્કા બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર થયેલા સ્વામી અસીમાનંદનું ગુજરાત સાથે છે કનેક્શન

 | 1:53 pm IST

જતિન ચેટરજી ઉર્ફે નબાકુમાર સરકાર ઉર્ફે સ્વામી ઓમકારનાથ ઉર્ફે સ્વામી અસીમાનંદ. હૈદરાબાદની પ્રસિદ્ધ મક્કા મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં 11 બાદ આજે નિર્ણય આવ્યો હતો. આ મામલે વિશેષ NIA આદાલતે આરોપી સ્વામી અસીમાનંદ સહિત તમામ 5 આરોપીઓને સબૂતનો અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. નિર્ણય સંભળાવવા માટે સ્વામી અસીમાનંદને નમાપલ્લી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. તેઓ આ મામલે મુખ્ય આરોપીઓમાંથી એક હતા.

પશ્ચિમ બંગાળના હુગલી સાથે સંબંધ
વનસ્પતિ વિજ્ઞાનમાં સ્નાતક અસીમાનંદ પશ્ચિમ બંગાળના હુગલીના નિવાસી છે અને ઉચ્ચ શિક્ષિત છે. 1990થી 2007ની વચ્ચે સ્વામી અસીમાનંદ RSS સાથે જોડાયેલી સંસ્થા વનવાસી કલ્યાણ આશ્રમના પ્રાંત પ્રચારક પ્રમુખ હતા. અસીમાનંદ 1995ની આસપાસ ગુજરાતના ડાંગ જિલ્લાના મુખ્યાલય આહવા આવ્યા અને હિન્દુ સંગઠનોની સાથે હિન્દુ ધર્મ જાગરણ અને શુદ્ધીકરણના કામમાં લાગ્યા હતા.

આહવામાં અસીમાનંદે શબરી માતાનું મંદિર બનાવ્યું અને શબરી ધામની સ્થાપના કરી હતી. પોલીસનો દાવો છે કે, વિસ્ફોટ પહેલા અસીમાનંદે આ શબરી ધામમાં કુંભનું આયોજન કર્યું હતુ. જેમા વિસ્ફોટમાં સામેલ લોગો આ આશ્રમમાં રહ્યા હતા. આ ઉપરાંત અસીમાનંદ બિહારના પુરુલિયા, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ સક્રિય હતા.

સ્વામીની તલાશી 2009 બાદ શરૂ થઈ જ્યારે સુરક્ષા એજન્સીઓને માહિતી મળી હતી કે, આરોપી પોતાનો વેષ બદલે છે. સૂત્રો મુજબ, સ્વામીની હાજરી વિશે માહિતી મળ્યા બાદ સીબીઆઈ તથા એટીએસએ વર્ષ 2009-10માં મધ્યપ્રદેશ અને ગુજરાતના વિવિધ સ્થાનોની તપાસ કરી હતી.

સ્વામીનું નામ માલેગાંવ વિસ્ફોટની તપાસ દરમિયાન ત્યારે સામે આવ્યું, જ્યારે મહારાષ્ટ્રની એટીએસને સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પાસેથી સ્વામીના વાહનચાલકનો નંબર મળ્યો હતો.