Know about Swearing-In Ceremony of Narendra Modi
  • Home
  • Election 2019
  • 148 શબ્દોનાં ગુપ્તતાના એ શપથ, કે જેને નરેન્દ્ર મોદી પણ તોડી નહીં શકે

148 શબ્દોનાં ગુપ્તતાના એ શપથ, કે જેને નરેન્દ્ર મોદી પણ તોડી નહીં શકે

 | 5:55 pm IST

નરેન્દ્ર મોદી ફરી એક વાર ઈશ્વરને સાક્ષી માનીને વડા પ્રધાન પદ પર ગુપ્તતાના શપથ લેશે. તો જાણો કેવી હોય છે ગુપ્તતાની શપથ. અને તેનું કેવી રીતે પાલન કરવામાં આવે છે. અને આ શપથ કેવી રીતે આપવામાં આવે છે.

શપથ આ રીતે આપવામાં આવે છે

ઈશ્વરને સાક્ષી માનીને શપથની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જેમાં શપથ ગ્રહણ દરમિયાન પદભાર ગ્રહણ કરવા જઈ રહેલાં વડા પ્રધાન કહેશે કે, ‘હું અમુક ઈશ્વરની શપથ લઉં છું કે, વિધિ દ્વારા સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ.’

આ પ્રકારે શપથમાં લગભગ 148 શબ્દો હોય છે. આ શપથ દેશના રાષ્ટ્રપતિ અપાવશે. શપથનો ડ્રાફ્ટ પહેલી ચૂંટણી પહેલાં ભારતીય સંવિધાન અનુસાર તૈયાર કરાયો હતો.

શપથ લીધા બાદ વડા પ્રધાન સંવૈધાનિક પરિપત્ર પર હસ્તાક્ષર કરે છે. તે બાદ હસ્તાક્ષર કરેલો આ દસ્તાવેજ રાષ્ટ્રપતિની પાસે જમા કરી દેવામાં આવે છે. આ દસ્તાવેજ હંમેશા માટે સુરક્ષિત રાખવા માટે સંરક્ષિત પણ કરવામાં આવે છે.

વડા પ્રધાન પદની શપથનું ફોરમેટ અને ગુપ્તતાની શપથનું ફોરમેટ એકદમ અલગ હોય છે. સંવિધાનના 16મા સંશોધન અધિનિયમ અને 1963ની ધારા પાંચથી પદની શપથને લેવામાં આવી છે.

તે અનુસાર વડા પ્રધાન શપથ લેતાં કહે છે, હું ઈશ્વરની શપથ લઉં છું, કે સત્યનિષ્ઠાથી પ્રતિજ્ઞા કરું છું કે, હું વિધિ દ્વારા સ્થાપિત ભારતના સંવિધાનનું પાલન કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન