Know about the big news, internal marks of the board and holistic issues before exams for Class-10 students
  • Home
  • Featured
  • ધો.10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા અગાઉ મોટા સમાચાર, બોર્ડના આંતરિક ગુણ અને હોલટિકિટ મુદ્દે જાણો નહીં તો…

ધો.10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા અગાઉ મોટા સમાચાર, બોર્ડના આંતરિક ગુણ અને હોલટિકિટ મુદ્દે જાણો નહીં તો…

 | 10:13 pm IST

રાજ્યભરની ગુજરાત બોર્ડની શાળામાં આગામી 5 માર્ચથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઇ રહી છે ત્યારે ધોરણ-10ના આંતરિક ગુણ અને બોર્ડના વિદ્યાર્થીઓની હોલટિકિટ મુદ્દે શુક્રવારે રાજ્યભરના શિક્ષકો, આચાર્યોને બાયસેગ દ્ધારા માર્ગદર્શન અપાયું હતું. દરમિયાન વિદ્યાર્થીઓએ 20માંથી 7 આંતરિક ગુણ મેળવવા ફરજિયાત હોવાનું અને 80 ટકાથી ઓછી હાજરી હોય તો આંતરિક ગુણમાં એન.એ. લખવાની તાકીદ કરાઇ હતી.

દરમિયાન આપવામાં આવેલી માહિતી મુજબ, ધોરણ-10ના રિપિટર વિદ્યાર્થીને જૂના અભ્યાસક્રમનું અને નિયમિત કે આઇસોલેટેડ વિદ્યાર્થીને નવા અભ્યાસક્રમનું ઓ.એમ.આર. વગરનું 80 ગુણનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. ધો-10મા આંતરિક ગુણ મૂકવાની પ્રક્રિયા 17 મીથી શરૂ થશે. જ્યારે હોલટિકિટ ડાઉનલોડ કરવાની તારીખ હવે પછીથી જાહેર કરાશે.

ધો-10ના આંતરિક ગુણ મુદ્દે અપાયેલી માહિતી..
1. આંતરિક ગુણ મૂકવાની પ્રક્રિયા 17મીથી શરૂ થશે. 20માંથી ગુણ મૂકવાના રહેશે.
2. માત્ર નિયમિત વિદ્યાર્થીઓના જ ગુણ મૂકવાના રહેશે. ગ્રેડ સ્કીલના ગુણ મૂકવાના નથી.
3. આંતરિક ગુણમાં રિપોર્ટ ડાઉનલોડ કરવાથી બધા વિદ્યાર્થીઓની પ્રિન્ટ કાઢી શકાશે.
4. જો અધૂરી માહિતી રહેશે તો એરર દેખાડશે. આંતરિક ગુણનો પાસવર્ડ 24 કલાક ચાલશે.
5. 80 ટકાથી ઓછી હાજરીના આંતરિકમાં એન.એ. લખવું. 20માંથી 7 ગુણ ફરજિયાત છે.

વિદ્યાર્થીઓની હોલટિકિટ સંદર્ભે અપાયેલી માહિતી..
1. શાળા ઇન્ડેક્ષ અને પાસવર્ડનો ઉપયોગ કરીને હોલટિકિટમાં લોગ ઇન થઇ શકાશે.
2. આચાર્યના મોબાઇલ નંબર પરના ઓટીપી દ્ધારા જ હોલટિકિટ ડાઉનલોડ કરી શકાશે.
3. વિદ્યાર્થીઓને હોલટિકિટ અને સૂચનાપત્ર આપ્યા બાદ તેમની સહી લેવાની રહેશે.
4. હોલટિકિટમાં દર્શાવેલા ફોટા જેવો જ ફોટો ફરીથી મંગાવી હોલટિકિટ પર ચોંટાડવો પડશે.
5. ફોટો જુદો હોય તો સ્થળ સંચાલકે પૂર્તતા કરી વિદ્યાર્થીને પ્રવેશ પરીક્ષામાં બેસવા દેવો પડશે.
6. 80 ટકાથી ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓની હોલટિકિટમાં એન.સી. લખી બોર્ડને મોકલવી.
7. હોલટિકિટમાં સુધારા માટે બોર્ડ કચેરીએ રૂબરૂ જવું. હોલટિકિટની તારીખ ટૂંકમાં જાહેર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન