Know about Yuvraj Singh Family and Retirement from International Cricket
  • Home
  • Sports
  • Cricket
  • યુવરાજનું જીવન રોલર કોસ્ટર જેવું, જાણો પારિવારિક સબંધ અને ફેમિલી વિશે

યુવરાજનું જીવન રોલર કોસ્ટર જેવું, જાણો પારિવારિક સબંધ અને ફેમિલી વિશે

 | 7:17 pm IST

લિમિટેડ ઓવરોની ક્રિકેટમાં બોલરોની ઊંઘ હરામ કરનાર અને ભારતના જ નહીં પરંતુ દુનિયાના ટોચના ઓલરાઉન્ડરમાંથી એક ખેલાડી યુવરાજ સિંહે સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ સૌને મોટો ઝાટકો આપ્યો છે. ભારતના 2007 ટી-20 વર્લ્ડ કપ અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપના જીતના હીરો યુવરાજ સિંહે સોમવારે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું છે.

સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી યુવરાજે સિંહે સંન્યાસ વિશે જાહેરાત કરી દરેક ક્રિકેટ ફેન્સને ચોંકાવી દીધા હતા. આ દમરિયાન યુવરાજે કહ્યું કે તેનું જીવન રોલર કોસ્ટર જેવું રહ્યું છે. કારણ કે બાળપણમાં જ યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ અને માતા શબનમના છૂટાછેડા થયા હતા. માતા-પિતાના તલાક બાદ યુવરાજ તેની માતા સાથે રહેતો હતો. મીડિયા રિપોર્ટ મુજબ છૂટાછેડાનું કારણ બતાવતા યુવીના પિતા યોગરાજે એકવાર કહ્યું હતું કે તેઓ એક શીખ ખેડૂત પરિવારથી હતા જ્યારે શબનમ એક મુસ્લિમ બેઝનેસમેનની દીકરી હતા અને મોર્ડન વિચારધારા રાખતા હતા. જેના કારણે યોગરાજ સિંહ સાથે તેમના મતભેદ થયા હતા.

રિપોર્ટ પ્રમાણે તલાક બાદ યુવીના પિતા યોગરાજ સિંહે સતવીર કોર સાથે લગ્ન કર્યા. સતવીર કોરથી યોગરાજને એક દીકરો અને એક દીકરી છે. યુવરાજ અને તેના નાના ભાઈ જોરાવરના તેના સાવકા ભાઈ વિક્ટર અને બહેન અમરજીત સાથે સારા સંબંધ છે. બાળપણથી વિક્ટર અને અમરજીત યુવરાજ સિંહના ધણા નજીક છે અને યુવી પણ તેમને ઘણો પ્રેમ કરે છે. પરિવારમાં ભલે કેટલાક મતભેદ રહ્યા હોય પરંતુ યુવીના પિતા અને માતાએ હંમેશા યુવીનો સાથ આપ્યો છે.

30મી નવેમ્બર 2016ના રોજ યુવરાજ સિંહે બોલિવૂડ એક્ટ્રેસ હેજલ કીચ સાથે લગ્ન કર્યા હતા. જેમાં ટીમ ઈન્ડિયાના કેટલાક સ્ટાર પ્લેયર્સ અને સિનિયર પ્લેયર્સ સહિત જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. યુવરાજે વર્ષ 2000માં પહેલી વનડે, 2003માં પહેલી ટેસ્ટ અને 2007માં પહેલી ટી-20 મેચ રમી હતી. ચંદીગઢમાં વર્ષ 1981માં જન્મેલા યુવરાજે ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે, 58 ટી-20 મેચ રમી છે. ટેસ્ટમાં યુવીએ 3 સદી અને 11 અડધી સદીના મદદથી 1900 રન બનાવ્યા છે. જ્યારે વનડેમાં 14 સદી અને 52 અડધી સદીના મદદથી 8701 રન બનાવ્યા છે. ઉપરાંત ટી-20ની વાત કરીએ તો યુવીએ કુલ 1177 રન બનાવ્યા છે જેમાં 8 હાફ સેન્ચુરી સામેલ છે. બોલિંગની વાત કરીએ તો વનડેમાં 111, ટી-20માં 28 જ્યારે ટેસ્ટમાં 9 વિકેટ લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન