know all rule and regulation about ratna jyotish Spiritual
  • Home
  • Astrology
  • નીલમ, માણેક,મોતીથી લઈને હીરા સુધી ધારણ કરતા પહેલા જાણીલો રત્ન ખરો છે કે કેમ

નીલમ, માણેક,મોતીથી લઈને હીરા સુધી ધારણ કરતા પહેલા જાણીલો રત્ન ખરો છે કે કેમ

 | 10:42 am IST

જાતકની કુંડળી અને હસ્તરેખાઓના અધ્યયન પછી તેની ગ્રહ દશા અને રાશિ પ્રમાણે તેને રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષ નિષ્ણાંતની સલાહ માની જાતકો હાથમાં અથવા તો ગળામાં વિવિધ રત્ન ધારણ પણ કરે છે. પરંતુ આ રત્ન ખરીદતી વખતે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે તે ખરા હોય. જો નકલી રત્ન ધારણ કરવામાં આવે તો તેની વિપરીત અસરો પણ થઈ શકે છે. આજે આવી જ ટીપ્સ અહીં રજૂ કરવામાં આવી છે કે જેના અજમાવીને સરળતાથી જાણી શકાય છે કે કયો રત્ન સાચો છે અને કયો ખોટો.

હીરો
હીરાને એક વાટકી ગરમ દૂધમાં નાંખવો, જો હીરો સાચો હશે તો દૂધ તુરંત ઠંડુ થવા લાગશે. આ ઉપરાંત સાચા હીરા પર ફુંક મારવાથી તેના પર ઝાંય પડતી નથી.

નીલમ
કાચના ગ્લાસમાં પાણી ભરવું અને તેમાં નીલમ રાખવો, પાણીની ઉપર નીલમની કિરણ દેખાવા લાગશે. એક કપ દૂધમાં નીલમ રાખવો અને દૂધમાંથી નીલમનો રંગ સ્પષ્ટ જોવા મળે તો તે રત્ન સાચો હશે.

પોખરાજ
પોખરાજને એક દિવસ માટે દૂધમાં રાખી દેવો, બીજા દિવસે પણ જો તેનો રંગ ન બદલાય તો તે સાચો રત્ન હશે. આ સિવાય સફેદ કાપડમાં પોખરાજ રાખી તેને તડકામાં રાખવું, જો કાપડ પર પીળો રંગ જોવા મળે તો તે નંગ સાચો હશે.

માણેક
કાચના પાત્રમાં માણેક રાખવો તેમાં લાલ રંગ જોવા મળે. કમળની કળી પર થોડીવાર માટે માણેક રાખી દેવો. થોડા જ સમયમાં કમળ ખીલી જાય તો તે રત્ન સાચો હશે.

મોતી
પાણી ભરેલા કાચના ગ્લાસમાં મોતી રાખવું, જો તેમાંથી ઝીણી ઝીણી કિરણ નીકળતી હોય તો તે સાચો રત્ન હશે.

પન્ના
કાચના ગ્લાસમાં પાણી ભરી અને પન્નાને તેમાં રાખવો. પાણીમાં લીલો રંગ જોવા મળશે. સાચા પન્ના પર જો કાચી હળદર લગાવવામાં આવે તો તેનો રંગ લાલ થઈ જાય છે.

ગોમેદ
ગોમેદને 24 કલાક સુધી ગૌમૂત્રમાં રાખી દેવો. જો રત્ન સાચો હશે તો 24 કલાક પછી ગૌમૂત્રનો રંગ બદલાઈ જશે.

આ વીડિયો જુઓ: જાણો આપના પાકીટમાં કઈ વસ્તુ રાખવાથી સુખસમૃદ્ધિનું આગમન થશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન