Know before you use a sanitary pad or tampon, what will suit you
  • Home
  • Featured
  • સેનિટરી પેડ કે ટેમ્પૂન વાપરતા પહેલા જાણીલો ખાસ, તમને શું માફક આવશે

સેનિટરી પેડ કે ટેમ્પૂન વાપરતા પહેલા જાણીલો ખાસ, તમને શું માફક આવશે

 | 10:47 am IST

આજના સમયમાં સેનિટરી પેડ અથવા સેનિટરી નેપ્કિન શી રીતે વાપરવાં એ લગભગ બધી છોકરીઓ જાણતી જ હોય એવું ધારી લેવાય છે, પરંતુ અભ્યાસ કરતાં જાણવા મળે છે કે સેનિટરી પેડ વાપરવાનાં છે એની ખબર તો લગભગ બધી છોકરીઓને હોય છે. છતાં ઘણીખરી છોકરીઓને એ ખબર નથી હોતી કે પેડ શી રીતે વાપરવાં? કેટલા સમય પછી સેનિટરી પેડ બદલવા. આ તમામ વસ્તુઓની ખાસ કાળજી રાખવી જોઈએ નહીં તો ચેપી રોગ લાગી શકે છે.

પેડ તમારા અન્ડરવેરમાં ગોઠવવાનો હોય છે, જેથી એ વજાઈનાની સામે ચપોચપ ફિટ રહે અને વજાઈનામાંથી નીકળતા પીરિયડના સ્ત્રાવને શોષી લે. હવેના પેડ્ઝમાં એક ખાસ રસાયણ હોય છે જેમાં પ્રવાહી શોષાય કે તરત એને જેલી બનાવી દે છે. એટલે સ્ત્રાવ બહાર આવી જ ન શકે. પેડ જાતજાતની કંપનીના જાતજાતના આકારમાં આવે છે.

નાના, મોટા, પાતળા, જાડા, લાંબા પેડ એક પછી એક વાપરીને એમાંથી તમને અનુકૂળ આવે એ પેડ વાપરવાં. કેટલાંક પેડમાં બંને બાજુ એવા છેડા આવે છે જે પેન્ટીની કિનારીએ વાળીને ચોંટાડી શકાય. એના કારણે લીકેજ બિલકુલ થતું નથી અને પેડ એના સ્થાન પરથી જરાય આમતેમ થતું નથી ને ખસકતું પણ નથી. હવે તો કંપનીઓ પીરિયડના જુદાજુદા દિવસ માટે જુદાજુદા આકાર અને જાડાઈનાં પેડ પણ બનાવે છે.

ટેમ્પૂન પણ વાપરી શકાય

સેનિટરી પેડના બદલે ઘણી યુવતીઓ ટેમ્પૂન્સ પણ વાપરે છે. ટેમ્પૂન નળાકાર સળી જેવાં પેડ હોય છે. જેના એક છેડે દોરી હોય છે. પીરિયડ્ઝમાં વજાઈનામાંથી જે સ્ત્રાવ આવે છે એ ગર્ભાશયમાંથી જ આવે છે. ગર્ભાશયનું લાંબા નળાકાર જેવું મુખ વજાઈનામાં ખૂલે છે. ત્યાંથી જ પીરિયડનો સ્ત્રાવ બહાર આવે છે. ટેમ્પૂન ગર્ભમુખના નળાકારમાં ગોઠવી દેવાનાં હોય છે, જેથી એમાંથી નીકળતો સ્ત્રાવ વજાઈનામાં આવે જ નહીં.

થોડા કલાકો પછી ટેમ્પૂન સ્ત્રાવનું લોહી શોષીને તરબતર થઈ જાય તો એને દોરી વડે બહાર ખેંચી લઈ બીજું ટેમ્પૂન ગોઠવી દેવાનું હોય છે. ટેમ્પૂન કેટલા કલાકે બદલવું એ તમને કેટલો સ્ત્રાવ આવે છે એના ઉપર આધાર રાખે છે. ટેમ્પૂન અને તેના પેકિંગ પર લખેલું જ હોય છે કે કેટલો સ્ત્રાવ હોય તો કેટલા કલાકમાં બદલવું.

આ વીડિયો જુઓ: ઝીરો સાઈઝ છે આકર્ષક પણ સાઈડઈફેક્ટ્સ છે હાનિકારક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન