Know Best Diet Plan For the HIV Patients on World Aids Day 2021
  • Home
  • Food & Lifestyle
  • 8 ફૂડને કરી લો ડાયટમાં સામેલ, ઘટશે Aidsથી મોતનો ખતરો

8 ફૂડને કરી લો ડાયટમાં સામેલ, ઘટશે Aidsથી મોતનો ખતરો

 | 9:05 am IST
  • Share

  • HIV થી મોતનો ખતરો ઘટાડે છે આ ડાયટ પ્લાન

  • ડાયટમાં સામેલ કરી લો આ 8 રોજિંદી ચીજો

  • હેલ્ધી ડાયટ વાયરસ સામે વધારશે ઈમ્યુનિટી

 

HIV સંક્રમિત રોગીને કોઈ નક્કી જીવનરેખા હોતી નથી, એક્સપર્ટનું માનવું છે કે સંક્રમિત વ્યક્તિ હેલ્ધી લાઈફસ્ટાઈલ અને ડાયટને ફોલો કરે છે તો તે સામાન્ય જીવન જીવી શકે છે. આ બીમારી માટે કોઈ ડાયટ પ્લાન નથી. પરંતુ ઓવરઓલ હેલ્ધી ડાયટ વાયરસના વિરોધમાં તમારી ઇમ્યુનિટીને મજબૂત કરી શકાય છે. તેનાથી શરીરનું એનર્જી લેવલ વધે છે અને શારિરીક મુશ્કેલીઓ ઘટે છે. આ સાથે ઈન્જેક્શન્સથી શરીરને થતું નુકસાન ઘટે છે.

 

આ 8 ચીજોને તમારા ડાયટમાં જો તમે કોઈ પણ રીતે સામેલ કરી લો છો તો તમે તમારી ઈમ્યુનિટીને વધારી શકો છો. તો જાણો ખાસ ચીજો અને તેનાથી થતા ફાયદાને વિશે પણ.

ફળ અને શાક

ફળો અને શાકભાજીમાં જોવા મળતા પોષણ, જેને એન્ટી-ઓક્સીડેન્ટ કહેવામાં આવે છે તે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે. આ સ્થિતિમાં તંદુરસ્ત આહાર માટે દરરોજ 5 થી 9 સર્વિંગ લો તે જરૂરી છે. વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી ખાઓ, જેથી શરીરને વિવિધ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ મળી શકે.
પ્રોટીન

શરીરને મજબૂત સ્નાયુઓ અને સારી રોગપ્રતિકારક શક્તિ માટે પ્રોટીનની પણ જરૂર છે. તમે આ માટે ફ્રેશ ચિકન, માછલી, ઈંડા, કઠોળ અને બદામનો આહારમાં સમાવેશ કરો.

 

કઠોળ

કાર્બનથી તમારા શરીરને એનર્જી મળે છે જેના માટે તમે બ્રાઉન રાઈસ કે ઘઉંની રોટલી ખાઓ. વિટામીન બીના સિવાય ફાઈબર પણ અનાજમાંથી સારા પ્રમાણમાં મળે છે. જે શરીરમાં ફેટ વધવાની સમસ્યાને રોકે છે. એઈડ્સમાં તેની મોટી સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી શકે છે.

ખાંડ અને મીઠાનો ઉપયોગ

HIV હૃદય સંબંધિત રોગોનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધારે છે. વધુ પડતી ખાંડ અથવા મીઠાથી તમારું સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે. તમારે તમારા દૈનિક આહારમાં ખાંડની માત્રાનું ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય તમને દરરોજ 2300 મીલીગ્રામથી વધારે મીઠું ખાવું નહીં.
હેલ્ધી ફેટ

ફેટથી શરીરને ઉર્જા મળે છે. પણ તેમાં વધારે કેલેરી હોય છે. ડાયટમાં ફક્ત હેલ્ધી ફેટને સામેલ કરો. બદામ, વેજિટેબલ ઓઈલ અને અવોકાડોમાં હેલ્ધી ફેટ હોય છે જે તમારા માટે યોગ્ય રહેશે.

કેલેરીનું પૂરતું પ્રમાણ

જો તમે વિચારો છો કે તમારું વજન સતત ઘટી રહ્યું છે તો ડોક્ટર તમને ન્યૂટ્રિશનલ સપ્લીમેન્ટ લેવાની સલાહ આપી શકે છે. અનેક વાર વજન વધવાથી હાર્ટ સંબંધી બીમારીઓ, ડાયાબિટિસ અને કેન્સરનો ખતરો વધી શકે છે. આ માટે ફક્ત હેલ્ધી ખાઓ અને પૂરતા પ્રમાણમાં કેલેરી લો.
વધારે પાણી પીઓ

બીમારી હોય તો લોકોની તરસ મરી જાય છે. અનેક એચઆઈવી જેવી બીમારીમાં શરીરને રોજનું 8-10 ગ્લાસ પાણી આપો અથવા કોઈ પણ લિક્વિડ પણ લઈ શકાય છે. આ પાણી શરીરના પોષક તત્વોને પોતાનું કામ કરવા અને દવાઓને ફ્લશ કરવાનું કામ કરે છે. સાથે બોડીને ડીહાઈડ્રેટ થવાથી બચાવે છે અને એનર્જી લેવલને પણ વધારે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો