વ્યક્તિના મોત અંગે અગાઉ જાણી શકાય છે, શરીરમાં થાય છે આવા પરિવર્તન - Sandesh
  • Home
  • Astrology
  • વ્યક્તિના મોત અંગે અગાઉ જાણી શકાય છે, શરીરમાં થાય છે આવા પરિવર્તન

વ્યક્તિના મોત અંગે અગાઉ જાણી શકાય છે, શરીરમાં થાય છે આવા પરિવર્તન

 | 1:57 pm IST

સનાતન ધર્મની વ્યાખ્યા કરનાર વેદ અને પુરાણોમાં જીવન અને મૃત્યુ બંને અંગે ખુબજ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યુ છે. માર્કેન્ડેય પુરાણ અનુસાર સામાન્ય સ્થિતિમાં મૃત્યુની આહટ એક વર્ષ પહેલાજ સાંભળી શકાય છે. જો તમે ધ્યાન આપો તો સરળતાથી જાણી શકાય છે કે મૃત્યુ ક્યારે થશે. મૃત્યુ આવે તે પહેલા જ તેનો આભાસ થવા લાગે છે. મૃત્યુ થાય એ પહેલા શરીરમાંથી એક ખાસ પ્રકારની ગંધ આવવા લાગે છે, આજે આપણે જાણીશું મૃત્યુ અંગે પુરાણોમાં કરેલી કેટલીક ખાસ વાતો અંગે.

ભોજન કર્યા બાદ થાય જો આવો અહેસાસ

ભોજન કર્યા પછી પણ જો તમને ફરી ફરીને ભૂખ લાગવા લાગે, મનમાં સતત ખાવાની ઇચ્છા જ થયા કરે. દાતને સતત કકડાવ્યા કરે, રાત્રે કોઈ કારણ વગરજ ભય થયા કરે મનમાં સતત ડર વ્યાપેલો રહે. કોઈ પડછાયો કે કોઈ આસપાસ છે તેવો ભાસ થયા કરે આ તમામ સંકેતો દર્શાવે છે કે તમારી પાસે હવે વધારે સમય રહ્યો નથી.

આવી વ્યક્તિ જીવિત રહેતી નથી

કોઈ વ્યક્તિને જેને બીજાની આંખોની કીકીમાં તેની છબી ન દેખાય, રાત્રે ઈંદ્રધનુષ અને દિવસમાં તારાઓ દેખાય, તે તાત્કાલીક મૃત્યુ તરફ ઇશારો કરે છે. આવા ચિહ્નો દર્શાવે છે કે શરીર બદલવાનો સમય હવે વધારે દૂર નથી. 

જ્યારે આવવા લાગે આવી વાસ

જે વ્યક્તિના શરીરમાં બકરા અને મડદા જેવી ગંધ આવવા લાગે જેને દીપક સળગાવ્યાની વાસ ન આવે તેમની આવરદા 15 દિવસથી વધારે હોતી નથી. આવા સમયે વ્યક્તિએ યોગ સાધના વધારવી જોઈએ, આથી મૃત્યુના સમયે કષ્ટ થતું નથી તેમજ ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે.

ઈંદ્રિયો થઈ જાય આવી

કોઈ વ્યક્તિનું નાક ત્રાસું થઈ જાય કાન ઉપર ચડી જાય. ડાબી આંખમાંથી સતત પાણી વહ્યા કરે આવી વ્યક્તિની આવરદા પુરી થઈ સમજો. આવી વ્યક્તિની જીભ કાળી પડવા લાગે છે અને મો લાલ થઈ જાય છે.

સપનામાં જો થાય આવુ

જો કોઈ વ્યક્તિ સપનામાં ઉંટ પર કે ગીધ પર બેસીને દક્ષિણ દીશા તરફ પ્રયાણ કરે તો સમજી લેવું મૃત્યુ નજીક છે. રામાયણમાં પણ આવા સપનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

10 મહીના જ જીવી શકે છે આવી વ્યક્તિ

જે વ્યક્તિ વમન, મૂત્ર અને વિષ્ઠામાં સુવાની અને ચાંદીના પ્રત્યક્ષ દર્શન કરવા લાગે તો આવી વ્યક્તિની આવરદા 10 મહિનાથી વધારે હોતી નથી. આવા વ્યક્તિ પ્રેત, પિશાચ અને સોનાનું વૃક્ષ જોવા મળે છે. કોઈ વ્યક્તિના માથા પર ગિધ, કબુતર, ઘુવડ, કાગડો જેવા માંસભક્ષી પક્ષીઓ બેસે તો મહિનાથી વધારે તે જીવી ન શકે. માર્કેન્ડેય પુરાણમાં લખ્યુ છે કે મૃત્યુ બાદ કર્મોનું ફળ મળે છે.

જો કોઈ વ્યક્તિ સ્નાન કરે અને તરતજ પેટ અને પગ સુકાઈ જાય પાણી પીધા પછી ગળુ સુકાયા કરે આવી વ્યક્તિ ફક્ત 10 દિવસ જીવી શકે છે તેવુ પુરાણોમાં લખ્યુ છે.

સ્ત્રી લઈ જાય જો આ દિશામાં

જો સપનામાં લાલ કપડા પહેરેલી સ્ત્રી હસતા ગાતા દક્ષિણ દિશામાં લઈ જાય તે વ્યક્તિ વધુ જીવિત રહી શકતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન