know Ganesh Chaturathi Puja Timing Shubh Muhurat And Significance
  • Home
  • Astrology
  • જો તમે પણ દૂંદાળા દેવની કરવા માંગો છો સ્થાપના તો જાણીલો આજનું મુહૂર્ત અને વિધિ

જો તમે પણ દૂંદાળા દેવની કરવા માંગો છો સ્થાપના તો જાણીલો આજનું મુહૂર્ત અને વિધિ

 | 9:34 am IST

ગણેશ ચતુર્થી હિન્દુધર્મનો મુખ્ય તહેવાર છે. આપણે ત્યાં ગણેશજી દરેક પ્રસંગે પહેલા પૂજવામાં આવે છે દરેક શુભ કાર્યની શરૂઆત કરીએ ત્યારે દૂંદાળાદેવ ગણેશજીનું સ્મરણ કરીને વિધ્નહર્તા દેવને કોઈ પણ વિધ્નવીના કાર્ય પૂર્ણ થાય તેવી મનોકામના કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીએ બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દાતા ગણેશજીની ભાવપૂર્વક શ્રદ્ધા સાથે સ્થાપના કરવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશજીનો જન્મ ભાદરવા માસની ચતુર્થીએ મધ્યાન્હ કાળ અને સ્વાતિ નક્ષત્ર તેમજ સિંહ લગ્નમાં થયો હતો આ દિવસને વિનાયક ચતુર્થી કે ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસને કલંક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 2 સપ્ટેમ્બર એટલેકે આજથી ગણેશ સ્થાપના કરવામાં આવશે. 10 દિવસ સુધી ગણેશજીનું ખુબજ ભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવશે. આ વર્ષે શુભ મુહૂર્ત ક્યારે છે જાણીએ.

ગણેશ પૂજન મધ્યાન્હ મુહૂર્ત
2 સપ્ટેમ્બરે સવારે 11 કલાક 04 મિનિટથી બપોરે 01 કલાક 37 મિનિટ સુધી એટલે કે 2 કલાક અને 32 મિનિટ સુધી શુભ મુહૂર્ત છે.

ગણેશ ચતુર્થીની પૌરાણિક માન્યતા

કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પર મણી ચોરવાનો આરોપ લાગ્યો હતો. આ આરોપ લાગતા જ તેમનું અપમાન કરવામાં આવ્યુ હતુ. નારદજીએ તેમની આ દુર્દશા જોઈને તેમને સમજાવ્યું કે એક લખત ભુલથી ભાદરવા માસની ચતુર્થીએ તેમણે ચંદ્રદર્શન કરી લીધા હોવાથી તેમના પર આ લાંછન આવ્યુ છે. નારદમુનિએ કૃષ્ણ ભગવાનને ગણેશ ચતુર્થીનું વ્રત કરવાનું કહ્યુ હતુ. શ્રી કૃષ્ણને આ વ્રતના પ્રતાપે તમામ દોષથી મુક્તિ મળી હતી. આથી આ દિવસે પૂજા અને વ્રત કરવાથી ખોટા આરોપોથી મુક્તિ પ્રાપ્ત થાય છે.

આ Video જુઓ: આજે ભાદરવા સુદની ચોથ એટલે ગણેશ ચતુર્થી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન