Know hanuman and bali story BhaktiWithSandesh Video
  • Home
  • Featured
  • શ્રી રામ ભક્ત હનુમાને બાલીના અહંકારનો કર્યો નાશ,Video

શ્રી રામ ભક્ત હનુમાને બાલીના અહંકારનો કર્યો નાશ,Video

 | 8:45 am IST

શ્રી રામ ભક્ત હનુમાને રામાયણ કાળ દરમિયાન અનેકોના અહંકારનો ભંગ કર્યો છે. કોઇકનો બળથી તો કોઇકનો કળથી આજે આપણે એક એવી કથાનું શ્રવણ કરીશું જેમાં દેવ હનુમાને મહાબલી બાલીના અહંકારનો નાશ કર્યો. બ્રહ્માજીના વરદાનથી અહંકારી બની ચુકેલા બાલીનો અહંકાર કેવી રીતે તોડ્યો દેવ હનુમાને આવો જાણીએ.

રામાયણમાં હનુમાન અને બાલીના યુદ્ઘનો એક રોચક પ્રસંગ છે. આ પ્રસંગ અનેક લોકોને શીખ આપે છે. વ્યક્તિ ગમે તેટલો શક્તિશાળી બની જાય, કેટલો પણ ધનવાન બની જાય, તેણે ઘમંડ કરવું ન જોઇએ. બાલી અને સુગ્રીવને બ્રહ્માજીના સંતાન માનવામાં આવ્યા છે. બાલીને એ વરદાન હતું કે જે પણ યુદ્ઘ માટે તેની સામે આવશે,તેની અડધી શક્તિ બાલીમાં સમાઇ જશે.

આ વરદાનના દમ પર બાલીએ મોટા-મોટા યોદ્ઘાઓને ધૂળ ચટાડી. ત્યાં સુધી કે રાવણને પણ પોતાની પૂંછડીમાં બાંધીને છ મહિના સુધી ધરતીનો ચક્કર લગાવતો રહ્યો હતો. દંગલના મેદાનમાં પગ મૂકતા જ વરદાન અનુસાર હનુમાનજીની શક્તિનો અડધો હિસ્સો બાલીના શરીરમાં સમાઇ ગયો. તેનાથી બાલીના શરીરમાં જોરદાર હલચલ શરૂ થઇ ગઇ. તેને લાગ્યું જાણે કે શક્તિનો કોઇ દરિયો શરીરમાં ઘૂઘવી રહ્યો છે.

પોતાને જીવિત રાખવા માગતા હોવ તો હનુમાનથી કોસો દૂર ભાગી જાઓ. બાલીએ આવું જ કર્યું અને બાદમાં તેને આભાસ થયો કે હનુમાનજી તેના કરતાં અનેક ગણા શક્તિશાળી છે. તેણે હનુમાનજીને દંડવત પ્રણામ કર્યો અને બોલ્યો, અથાગ શક્તિ હોવા છતાં હનુમાનજી શાંત રહે છે અને મભજન ગાતા રહે છે અને એક હું છું જે તેમના એક વાળ બરાબર પણ નથી અને તેમને લલકારી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન