know-here-how-petrol-price-is-calculated-by-oil-companies
  • Home
  • Business
  • રૂ.43નું પેટ્રોલ રૂ.88માં સરકારની કમાણી આ રીતે કાપે છે તમારૂ ખિસ્સું

રૂ.43નું પેટ્રોલ રૂ.88માં સરકારની કમાણી આ રીતે કાપે છે તમારૂ ખિસ્સું

 | 12:05 pm IST

પેટ્રોલ અને ડિઝલની કિંમતો આસમાનને આંબવા લાગી છે. સોમવારે મુંબઇમાં એક લીટર પેટ્રોલનો ભાવ 88 પર પહોંચ્યો હતો. આવી જ હાલત ડિઝલમાં પણ છે. દિલ્હીમાં ડિઝલની કિંમત 80.73 પૈસા પ્રતિ લીટર પહોંચ્યુ છે. શું તમે જાણો છો આજે જે પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાન પર છે તે જ ઓઇલ કંપનીઓ તમામ ખર્ચો બાદ કરી 39.21 પ્રતિ લીટરે પડે છે ડીલરના કમીશનને જોડતા આ કિંમત 42.84 પ્રતિ લીટરે પહોંચે છે.

આ જ હાલત ડિઝલમાં પણ છે એક લીટર ડિઝલને તૈયાર કરવામાં ઓઈલ કંપનીઓને 42.85 રૂપિયાનો ખર્ચ થાય છે. ડીલરના કમીશનને જોડતા આ કિંમત 45.36 પ્રતિ લીટરે પહોંચે છે.આવામાં આ સવાલ થાય છે કે જ્યારે પેટ્રોલ અને ડિઝલના ડીલરના કમીશનને જોડ્યા બાદ પણ કિંમત 42થી 45 પ્રતિ લીટર થાય છે તો આ કિંમત 88 પર કેવી રીતે પહોંચી. આ સવાલનો જવાબ છે સરકારી ટેક્સ.

હાલમાં કેન્દ્ર સરકાર વર્તમાનમાં પેટ્રોલ પર 19.48 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી લગાવે છે. કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકાર પણ ટેક્સ વસૂલે છે. દિલ્હીમાં એક લીટર પર 16.83 રૂપિયા વેટ ચુકવવો પડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી લગાવાતા આ ટેક્સ સરકારની કમાણીનું મુખ્ય સાધન છે. સતત એ માંગ થઈ રહી છે કે સરકાર ટેક્સ થોડો ઓછો કરે. ટેક્સમાં એક રૂપિયાનો ઘટાડો મતલબ હજારો કરોડનું સરકારનું નુકસાન.

હવે તમે સરળતાથી સમજી શકો છો કે સરકાર તરફથી લગાવાતા આ ટેક્સ તમારા ખિસ્સા પર કેવી અસર કરે છે. કેવી રીતે ભાવ વધતા પેટ્રોલ -ડિઝલ તમારી પાસે પહોંચતા મોંઘુ થાય છે. સરેરાશ તમારે કેટલી ચુકવણી કરવી પડે છે.