ફેંકશો નહીં લીંબુની છાલ, આ રીતે ઘરે જ બનાવો હોટલ જેવું અથાણું – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફેંકશો નહીં લીંબુની છાલ, આ રીતે ઘરે જ બનાવો હોટલ જેવું અથાણું

ફેંકશો નહીં લીંબુની છાલ, આ રીતે ઘરે જ બનાવો હોટલ જેવું અથાણું

 | 11:07 am IST
  • Share

લીંબુ નીચવ્યા બાદ તેની છાલ ખાસ કરીને લોકો ફેંકી દે છે. પરંતુ શુ તમે જાણો છો કે તેને ઉપયોગમાં પણ લઇ શકો છો અને લીંબુની છાલથી અથાણું પણ બનાવી શકાય છે. જે સ્વાદમાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય લીંબુની છાલનું અથાણું..

બનાવવાની રીત

સૌ પ્રથમ લીંબુની છાલમાંથી બીજ હટાવીને તેને પાતળા ટૂકડામાં કટ કરી લો. કટ કરેલી છાલમાં હળદર પાઉડર, મીઠું ઉમેરીને બરાબર મિકસ કરી લો. તેને એક વાસણમાં 2-3 કપ પાણી ઉમેરીને ગરમ કરવા રાખી મૂકો. વાસણને ઢાંકી દો. જેથી પાણીમાં જલદીથી ઉભરો આવી જાય એટલે મીઠું અને હળદર મિક્સ કરેલી છાલને થાળીમાં લઇ લો.પાણીમાં ઉભરો આવે એટલે થાળીને વાસણ પર રાખો. જેથી વરાળથી લીંબુની છાલ નરમ થશે. ત્યાર પછી ગેસ બંધ કરી થાળી ઉતારી લો. હવે એક પેન ગરમ કરો. તેમા સરસોનું તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે તેની આંચ ઘીમી કરી દો અને તેલ થોડૂક ઠંડુ થાય એટલે તેમા અજમો, હીંગ ઉમેરી સાંતળી લો. ગેસ બંધ કરી દો અને મસાલામાં વરાળથી નરમ કરેલી લીંબુની છાલ મિક્સ કરો. તેમા ગરમ મસાલો, શેકેલા જીરાનો પાઉડર, લાલ મરચું, મીઠું અને કાળામરીનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે લીંબુનો રસ નીકાળીને અથાણામાં બરાબર મિક્સ કરી લો. અથાણાને બે અલગ અલગ વાસણમાં નીકાળી લો. એક અથાણાને ખાટું રહેલા દો અને અન્ય અથાણમાં વરિયાળી પાઉડર અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે બે પ્રકારના લીંબુની છાલના અથાણાં.. તેને તમે એક ટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી શકો છો.

આ પણ જુઓ : આ રીતે બનાવો સ્પિનીશ બ્રેડ ચીલા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન