know here how to remove bitter gourd bitterness follow easy trick
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કડવા કારેલાનું શાક નથી પસંદ તો આ રીતે દૂર કરો તેની કડવાશ

કડવા કારેલાનું શાક નથી પસંદ તો આ રીતે દૂર કરો તેની કડવાશ

 | 2:48 pm IST
  • Share

કારેલા (bitter gourd)સ્વાસ્થ્ય (Health)માટે ખૂબ ફાયદાકારક છે. તેનો સ્વાદ કડવો છે પણ તે ગુણોથી ભરપૂર છે. તેમાં ઘણાં ખનિજ તત્વો હોય છે, સાથે જ એન્ટિ-ઓક્સિડેન્ટ્સ અને આવશ્યક વિટામિન્સ પણ કારેલામાં જોવા મળે છે. જેને ખાવાથી અનેક બીમારીઓને દૂર કરવામાં મદદ મળે છે. ડાયાબિટીસથી લઇને હાડકાના દુખાવા માટે ફાયદાકારક હોય છે. જ્યારે કારેલા પાચન શક્તિને પણ યોગ્ય રાખે છે. કારેલામાં આટલા બધા ગુણો હોવા છતા લોકોને તે પસંદ નથી. પરંતુ જો તમે કારેલાની કડવાશને કારણે તેને ખાઇ નથી રહ્યા તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે કારેલાની કડવાશને દૂર કરી શકાય.

– કારેલાનું શાક બનાવવા માટે પહેલા તેને ધોઇને ચપ્પુની મદદતી હળવા હાથે તેની છાલ નીકાળી લો. આમ કરવાથી તેની પરત નીકળી જશે અને કારેલાની કડવાશ પણ ઓછી થઇ જશે.

– કારેલાનું શાક છાલ કાઢીને બનાવ્યા બાદ તે સીજી જાય એટલે તેમા ગોળ કે ખાંડ મિક્સ કરી લો આમ કરવાથી કારેલાની કડવાશ પણ દૂર થશે અને શાક પણ સ્વાદિષ્ટ લાગશે.

– આ સિવાય કારેલાની કડવાશ દૂર કરવી છે તો તેના બીજ નીકાળી લો કારણકે ખાસ કરીને કડવાશ તેના બીજમાંલ હોય છે જેથી કારેલાને સમારી લીધા પછી બીજ અલગ કરી લો. આમ કરવાથી કડવાશ ઓછી થશે અને શાક બનાવતી વખતે ડીપ ફ્રાય કરવાથી પણ તેની કડવાશ ઓછી થાય છે.

– કારેલાની છાલ નીકાળી લીધા પછી સમાન માત્રામાં તેની પર ખાંડ અને વિનેગર મિક્સ કરીને રાખી દો આમ કરવાથી કારેલાની કડવાશ પણ દૂર થશે જ્યારે તમે ઇચ્છો તો તેને દહીંમાં પલાળને રાખી શકો છો. આમ કરવાથી પણ કડવાશ દૂર થાય છે.

આ પણ જુઓ : વધારે પ્રમાણમાં પાણી પીવાથી થઇ શકે છે આ જીવલેણ બીમારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન