know how harmful drinking water pouches selling on road
  • Home
  • Featured
  • જાણી લો કેટલું ખતરનાક અને હાનિકારક છે પાઉચનું પાણી

જાણી લો કેટલું ખતરનાક અને હાનિકારક છે પાઉચનું પાણી

 | 5:15 pm IST

આજકાલ બધા લોકોને ઘરથી બહાર નીકળતા પાણીની બોટલ સાથે રાખવાની આદત હોતી નથી. તેથી કેટલાક લોકો બોટલ ખરીદીને પાણી પી લે છે, તો કેટલાક પાઉચનું પાણી પી લે છે. પરંતુ પાઉચવાળુ પાણી પીવાથી હેલ્થ પર સીધી અસર પડે છે. તેથી આ પાણી પીવાથી બચવું જોઈએ.

પાઉચવાળા પાણીથી થતું નુકશાન
ગરમીના દિવસોમાં પાઉચવાળા પાણીની ડિમાન્ડ વધી જાય છે. આ પાઉચ પર ન તો બનવાની તારીખ લખેલી હોય છે, ન તો એક્સપાયરી ડેટ. તેમજ તેના પર હોલમાર્ક પણ હોતા નથી. ડોક્ટર્સ કહે છે કે, આવું પાણી પીવાની સીધી અસર હેલ્થ પર પડે છે.

શુદ્ધતાનો અભાવ
પાણીનું પાઉચ તૈયાર કરતા પહેલા તેની શુદ્ધતા ચકાસવામાં નથી આવી. બ્લીચીંગ પાવડર તથા ફટકડીની માત્રા કેટલી હોવી જોઈએ, તેમજ પાઉચ બનાવવાના નિયમો કેવા હોવા જોઈએ તે પણ ધ્યાનમાં લેવાતું નથી. 24 કલાકના નિયમ સ્તરની ફટકડી પાણીમાં રહ્યા બાદ તે ફિલ્ટર મશીનથી પાણી શુદ્ધ થવું જોઈએ. તેના બાદ પેકિંગ તૈયાર કરવાનું હોય છે. પરંતુ આ પાઉચમાં કોઈ માપદંડ ધ્યાનમાં લેવાતા નથી.

પાણી ખરાબ થવું
ગરમીના દિવસોમાં અનેક જગ્યાઓએ પાઉચનું પાણી મળે છે. તેથી તેઓ મોટી માત્રામાં પાઉચનો સ્ટોક રાખે છે. અનેક દુકાનદારો તો બોરી ભરીને સ્ટોક રાખે છે. પરંતુ લાંબા સમયથી પડી રહેલું પાણી ખરાબ પણ થઈ શકે છે.

હેલ્થ માટે હાનિકારક
એક ફેક્ટરીમાં લગભગ 10 હજાર લિટર પાણીના પાઉચ તૈયાર થાય છે. પરંતુ સવાલ એ છે કે આટલું પાણી રોજ ક્યાંથી આવે છે. સૂત્રો કહે છે કે, ફેકટરીઓની આસપાસના તળાવમાંથી પાણી લાવીને પાઉચ બનાવવામાં આવે છે. શહેરમાં અનેક સ્થળે મળતા પાણીના પાઉચમાં ક્યારેક વાસ પણ આવતી હોય છે.

સંક્રામક બીમારીઓની શક્યતા
આવું અનહેલ્થી પાણી પીવાથી લોકોને પીલિયા, હૈજા તથા પાણીજન્ય અન્ય રોગો થઈ શકે છે. મિનરલ વોટરના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે.

પોલિથીનના કણોનું મિક્સ થવું
પાણીને જે પોલિથીનમાં ભરીને પાઉચ બનાવાય છે, તે પણ માનક સ્તરથી વધુ પાતળુ હોવાથી આસાનીથી પાણીમાં મિક્સ થઈ જાય છે. આમ, પોલિથીન પણ હેલ્થ માટે ઘણુ જ નુકશાનકારક હોય છે.