ighest Indian prisoners in UAE jails
  • Home
  • Nri
  • UAEની જેલોમાં સૌથી વધુ ભારતીય બંધ, જાણો કયાં દેશમાં કેટલાંય ભારતીય નાગરિક કેદ

UAEની જેલોમાં સૌથી વધુ ભારતીય બંધ, જાણો કયાં દેશમાં કેટલાંય ભારતીય નાગરિક કેદ

 | 2:10 pm IST

પાકિસ્તાને તાજેતરમાં જ વડાપ્રધન બનેલા ઇમરાન ખાનના શપથગ્રહણ પહેલાં સદ્ભાવનાનો ભાવ દેખાડતા ભારતના 26 માછીમારોને છોડ્યા હતા. આ માછીમારો ભૂલથી પાકિસ્તાનની સરહદમાં ઘૂસી ગયા હતા, ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવાઇ હતી. પાડોશી દેશ પાકિસ્તાનની જેલોમાં ભારતના જેટલા કેદી બંધ છે, તેના દ્વારા છોડવામાં આવેલા 26 કેદી તો અંદાજે 6 ટકાની આસપાસ છે. જ્યારે હજુ પણ પાકિસ્તાનની જેલોમાં ભારતના 94 ટકા એટલે કે કુલ 94 ટકા એટલે કે 471 નાગરિક હજુ પણ પાકિસ્તાનની જેલમાં બંધ છે.

પરંતુ આપને જણાવી દઇએ કે માત્ર પાકિસ્તાનની જેલમાં જ ભારતીય નાગરિકો બંધ નથી. યુએઇની જેલોમાં સૌથી વધુ ભારતીય બંધ છે. આવો એક નજર કરીએ દુનિયાના કયા દેશમાં કેટલા ભારતીય બંધ છે અને ભારતની જેલોમાં વિદેશી નાગરિક કેટલાં બંધ છે.

TOP-10 દેશ, જયાં ભારતીય જેલમાં બંધ
કુલ 77 દેશોમાં ભારતીય નાગરિક જેલની સજા કાપી રહ્યા છે, તેમાંથી મુખ્ય 10 દેશની યાદી આ રહી

યુએઇ – 1,690
સાઉદી અરબ – 1,575
અમેરિકા – 647
નેપાળ – 548
કુવૈત – 484
પાકિસ્તાન – 471
બ્રિટન – 378
મલેશિયા – 298
ચીન- 226
ઇટલી- 225

છેલ્લાં એક વર્ષમાં વિદેશી જેલોમાં બંધ ભારતીય કેદીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. આંકડાના મતે 2017 સુધીમાં વિદેશી જેલોમાંકુલ 6048 કેદી બંધ હતા. જ્યારે હવે આ સંખ્યા વધીને 7737 થઇ ગઇ છે. એક રિપોર્ટ પ્રમાણે ભારતના અંદાજે 83 રક્ષાકર્મી અત્યારે પાકિસ્તાનના તાબામાં છે. જો કે પાકિસ્તાન આ વાતને માનતું નથી. તેમ છતાંય ભારત આ રક્ષાકર્મીઓને છોડાવા અને ઘર વારસી માટે ડિપ્લોમેટ સ્તર પર પાકિસ્તાન સાથે વાતચીત કરી રહ્યાં છે.