how many times a married couple should get intimate
  • Home
  • Featured
  • પોતાના પાર્ટનર સાથે કેટલી વાર ઈંટિમેટ થવું જોઈએ, જાણો એક્સપર્ટ્સ પાસેથી

પોતાના પાર્ટનર સાથે કેટલી વાર ઈંટિમેટ થવું જોઈએ, જાણો એક્સપર્ટ્સ પાસેથી

 | 2:18 pm IST

કોઈપણનું લગ્નજીવન સમજદારી અને વિશ્વાસથી ટકે છે. સાથે સાથે જરૂર પડે છે પ્યાર, લાગણી, વિશ્વાસની. આ તમામની સાથે સાથે સેક્સ પણ એટલુ જ મહત્વનું છે. લગ્નજીવનને મજબૂત કરવા સેક્સ ખુબજ જરૂરી છે. એક મેરિડ કપલે કેટલો ટાઈમ સેક્સ કરવુ જોઈએ એતો તેમનો પોતાનો અભિપ્રાય અને અનુકુળતા પર આધાર રાખે છે, પણ સમયની સાથે સાથે શુષ્કતાને કારણે સેક્સ લાઈફ ખરાબ થાય છે જેની અસર પડે છે.

આ મા કોઈ બેમત નથી કે કપલ્સ ઈંટિમેટ થાય તે મહત્વનો ભાગ ભજવે છે. આ ફક્ત સંબંધને મજબૂત નથી કરતા પણ એકબીજાને નજીક લાવવામાં મદદ કરશે. કહેવામાં આવે છે કે હેપી મેરિડ લાઈફમાં સેક્સ ખુબજ મહત્વનો ભાગ છે. હાલમાં આ અંગે એક સ્ટડી કરવામાં આવી હતી આ અધ્યયનથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. શું તમે આ ચોંકાવનારા ખુલાસા અંગે વધુ જાણવા માંગો છો?

આર્કાઈવ્સ ઓફ સેક્શ્યુઅલ બિહેવિટરમાં પ્રકાશિત થયેલ એક સ્ટડી અનુસાર લગ્ન કરેલા કપલે વર્ષમાં 51 વાર ઈંટિમેટ થવુ જોઈએ. આ હિસાબે જોવા જાઓ તો અઠવાડિયામાં એકવાર કપલે સેક્સ કરવુ જોઈએ. ચોંકાવનારી વાત એ છે કે 2000થી 2004માં થયેલ શોધ પર જાણવા મળ્યુ હતુ કે આ આંકડાઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બે દશક પહેલા આંકડાની તુલનામાં કપલ હવે 9 ગણુ ઓછુ સેક્સ કરે છે.

શિકાગો વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલી સ્ટડી ધ સોશિયલ ઓર્ગનાઈઝેશન ઓફ સેક્સ્યુલિટીમાં આ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એક તૃતિયાંશ કપલ અઠવાડિયાામં બેથી ત્રણ વાર સેક્સ કરે છે. જ્યારે કેટલાક કપલે કબુલ્યુ છે કે તે મહીનામાં ફક્ત એક વાર સેક્સ કરે છે.

જર્નલ ઓફ સોશિયલ સાઈકોલોજીકલ એન્ડ પર્સનાલિટી સાઈંસમાં પ્રકાશિત થયેલ એક સ્ટડી અનુસાર જાણવા મળ્યુ હતુ કે જે કપલ અઠવાડિયામાં એક વાર સેક્સ કરે છે તે એ કપલની સરખામણીએ વધારે ખુશ છે જે ચારકે તેનાથી વધારે વાર ઈંટિમેટ થાય છે.