Know how Modi will take PMs Oath again and what is Special Plan
  • Home
  • Election 2019
  • જાણો કેવી રીતે નરેન્દ્ર મોદી બીજી વાર લેશે વડાપ્રધાન પદના શપથ, શું છે ‘ખાસ પ્લાન’

જાણો કેવી રીતે નરેન્દ્ર મોદી બીજી વાર લેશે વડાપ્રધાન પદના શપથ, શું છે ‘ખાસ પ્લાન’

 | 4:26 pm IST

લોકસભાની ચૂંટણીમાં મળેલી શાનદાર જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે સાઉથ બ્લોકમાં કેન્દ્રીય કેબિનેટની છેલ્લી બેઠક યોજાશે. આ બેઠક સાંજે પાંચ વાગ્યે યોજાશે. ત્યાર બાદ વડાપ્રધાન મંત્રિપરિષદની બેઠકમાં શામેલ થશે. અહીં 16મી લોકસભા ભંગ કરવા માટે એક પ્રસ્તાવ પાસ કરવામાં આવશે. જેને વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપતિને સોંપવામાં આવશે. વડાપ્રધાન 16મી લોકસભા ભંગ કરવાને લઈને આ ભલામણ પત્ર રાષ્ટ્રપતિને સોંપશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ એ ભલામણ સ્વિકારી લોકસભા ભંગ કરવાનો આદેશ આપશે. આ એક પ્રક્રિયા છે.

જાણકારી અનુંસાર, આવતી કાલે એટલે કે 25મેએ ભાજપના નવા નિમાયેલા સાંસદોની બેઠક થાય તેવી પણ શક્યતા છે. આ માટે પાર્ટીએ તમામ સાંસદોને આવતી કાલે સવારે દિલ્હી પહોંચવાના નિર્દેશ આપ્યા છે. સાંસદોની આ બેઠક માટે સંસદનો સેટ્રલ હોલ આવતી કાલ અને પરમ દિવસ એટલે કે 25 અને 26મી મે માટે બુક કરાવવામાં આવ્યો છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટી કાઢવાની ઔપચારીકતા પૂર્ણ કરવામાં આવશે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા જાહેર કરવાનો પત્ર તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત NDA ગઠબંધનના સહયોગી દળોનો પત્ર પણ શામેલ કરવામાં આવશે.

આ પત્રોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે સરકાર બનાવવાનો દાવો રજુ કરવા રાષ્ટ્રપતિ પાસે જશે. શક્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે NDAના સહયોગી દળોના મોટા નેતાઓ પણ રાષ્ટ્રપતિ પાસે જાય. અહીં રાષ્ટ્રપતિને પત્ર સોંપીને સરકાર બનાવવાનો દાવો રજુ કરવામાં આવશે. બંધારણ અનુંસાર બહુમતના નેતાને રાષ્ટ્રપતિ સરકાર બનાવવાનું આમંત્રણ આપે છે. ત્યાર બાદ શપથવિધીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તારીખ અને સ્થાન નક્કી થયા બાદ વડાપ્રધાન બીજી વાર શપથ ગ્રહણ કરશે. માનવામાં આવે છે કે, શપથ ગ્રહણ સમારોહ આ મહિને જ યોજાશે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી જશે. તેઓ વારાણસીના લોકોનો આભાર વ્યક્ત કરશે. શક્ય છે કે, 28મેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસી જાય.

તો બીજી બાજુ અરૂણાચલ પ્રદેશમાં પણ ભાજપની સરકાર શપથ ગ્રહણ કરવા જઈ રહી છે. પ્રદેશ ભાજપનો પ્રયાસ છે કે, શપથ ગ્રહણ સમારોહમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા બાદ હાજર રહે.

જુઓ આ વીડિયો પણ

PM મોદીની જીત પાછળ મુસ્લિમ વોટબેંકનો મોટો ફાળો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન