know-how-to-delink-aadhaar-from-paytm-then-after-no-transactions
  • Home
  • Business
  • PayTMથી આ રીતે કરી શકો છો Aadhaar ડી-લિન્ક, પણ થશે આ નુકસાન

PayTMથી આ રીતે કરી શકો છો Aadhaar ડી-લિન્ક, પણ થશે આ નુકસાન

 | 8:57 am IST

સુપ્રીમકોર્ટના નિર્ણય પ્રમાણે સિમ કાર્ડ ખરીદવા, બેન્ક એકાઉન્ટ ખોલવા અને ડિઝીટલ વૉલેટ માટે Aadhaar જરૂરી નથી. PayTMનો આજકાલ આપણે ખુબજ ઉપયોગ કરીએ છીએ કેમકે તેનો ઉપયોગ કરવો ખુબજ સરળ છે. મોટા ભાગે નાની મોટી તમામ જગ્યાઓ પર તેનો વપરાશ કરી શકાય છે.

એટલે એવા બહુ ઓછા લોકો હશે જેના સ્માર્ટફોનમાં પેટીએમ ન હોય. પણ જો તમે PayTMનો ઉપયોહ કરો છો તો તમારે KYC પણ કરાવવાનું રહેશે. સુપ્રીમકોર્ટના નિર્ણય પછી KYC માટે આધાર જરૂરી નથી. એવામાં જો તમે ઇચ્છો છો કે આધાર પણ ડી-લિન્ક થઈ જાય તો તમે આ ઘરે બેસીને કરી શકો છો. જો કે આનું એક ખુબ મોટુ નુકશાન પણ થઈ શકે છે.

નુકસાન પહેલા આવો જાણીએ કે PayTMને આધાર સાથે કેવી રીતે ડી-લિન્ક કરવુ.

આ માટે તમારે કસ્ટમર કેર (0120-4456456) પર ફોન કરવાનો રહેશે. ગ્રાહક સેવા અધિકારીઓનું કહેવુ છે કે જો તમે તમારા આધારને ડી-લિન્ક કરવા ઈચ્છો છો તો વેરિફેકશન પછી તમને એક ઈ-મેલ કરવામાં આવશે. આધારની કોપી મોકલ્યા પછી 72 કલાકની અંદર તમારો આધાર ડી-લિન્ક થઈ જશે.

આધાર ડી-લિન્ક થવાથી તમારૂ પેટીએમ વેરીફાઈડ નહી રહેશે. અનવેરીફાઈડ એકાઉન્ટના કોઈ પ્રકારનું ટ્રાન્ઝેક્શન નહી કરી શકાય. એવામાં તમે બીજા આઈડીને ફરી એકવાર KYC કરી શકો છો. હાલતો બીજા દસ્તાવેજોને KYC તરીકે સ્વીકારવામાં નથી આવતા. આવામાં આધાર ડી-લિન્ક ન થાય ત્યાં સુધી આ મુશ્કેલીઓ માટે તૈયાર રહેવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન