know how to make bhatura for punjabi sabji chole
  • Home
  • Featured
  • બહુ જ સરળ છે બજાર જેવા ભટુરા બનાવવાની રેસિપી

બહુ જ સરળ છે બજાર જેવા ભટુરા બનાવવાની રેસિપી

 | 2:34 pm IST

ભટુરા પંજાબી છોલે ભટુરાનો અભિન્ન અંગ છે. તેને ઉત્તર ભારતમાં બહુ જ ચાઉથી સવારના નાસ્તામાં પરોસવામાં આવે છે. જ્યારે પણ તમે માર્કેટમાં નીકળો તો તેની સુગંધ તેના તરફ ખેંચે છે. પરંતુ ઘરે છોલે તો બની જાય છે, પણ બહાર જેવા ભટુરા ક્યારેય બનતા નથી. કેટલાક લોકો ભટુરાને યીસ્ટ અથવા સોડા વોટર સાથે બનાવે છે, તો કેટલાક તેને ફ્રુટ સોલ્ટ મિક્સ કરીને બનાવે છે. જો તમને બજારમાં મળતા ભટુરા બનાવીને ખાવા માંગતા હોવ તો આ રેસિપી તમારા કામની છે. દિલ્હીની ગલીઓમાં આવી રીતે જ ભટુરા બનાવવામાં આવે છે.

બનાવવા માટેની સામગ્રી
3 કપ મેંદો, 1/2 કપ સાદુ દહી, 1 ટીસ્પૂન રવો, 3 ગ્રામ બેકિંગ પાવડર, 1/4 ટી સ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન ડ્રાય યીસ્ટ, 1/2 કપ સોડા વોટર, તળવા માટે તેલ

આવી રીતે તૈયાર કરો ભટુરા

  •  એક નાની વાડકીમાં યીસ્ટ અને 3 ચમચી હળવુ ગરમ પાણી એડ કરો.
  • એક મોટા વાડકામાં મેંદો, રવો, મીઠું બેકિંગ પાવડર અને દહીં મિક્સ કરો.
  •  હવે તેમાં યીસ્ટવાળું પાણી ઉમેરી દો.
  •  હવે થોડું સોડા વોટર અથવા સાદું પાણી એડ કરીને લોટ બાંધી લો. નરમ લોટ બનાવવામાં 4-5 મિનીટ જેટલો સમય લાગશે.
  •  લોટ બાંધ્યા બાદ તેને 1 કલાક સુધી ઢાંકીને રાખી દો. ધ્યાન રાખો કે જો તમે યીસ્ટ અને સોડા વોટરનો ઉપયોગ નથી કર્યો તો લોટને 2 કલાક ઢાંકીને રાખો.
  •  1 કલાક બાદ લોટ ફુલાયેલો હશે, ત્યારે હવે તે ભટુરા બનાવવા તૈયાર છે.
  •  હવે તમે લુઆ લઈને તમારી મરજી મુજબની સાઈઝના ભટુરા બનાવીને તેને તળી શકો છો.
  •  બસ તૈયાર છે તમારા છોલે માટેના ભટુરા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન