know how to navgrah shanti puja in navratri and importance
  • Home
  • Astrology
  • કુંડળીમાં રહેલા ગ્રહોને મજબુત કરવા નવરાત્રિએ કરીલો પૂજા અર્ચના નવગ્રહોની સ્થિતિ સુધરશે

કુંડળીમાં રહેલા ગ્રહોને મજબુત કરવા નવરાત્રિએ કરીલો પૂજા અર્ચના નવગ્રહોની સ્થિતિ સુધરશે

 | 2:13 pm IST

શારદીય નવરાત્રિ શનિવાર, 17 ઓક્ટોબરના રોજ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથીથી શરૂ થઈ ગઇ છે. નવરાત્રિમાં નવદુર્ગાના નવ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે નવરાત્રિમાં નવદુર્ગાની પૂજા કરવાથી તમામ નવ ગ્રહો શાંત થઈ શકે છે.

નવ દિવસમાં માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જેમાં પ્રથમ નવરાત્રિ પર માતા શૈલપુત્રી, બીજી નવરાત્રિમાં માતા બ્રહ્મચારિણી, ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટા, ચોથી નવરાત્રિમાં માતા કુષ્માંડા, પાંચમા નોરતે સ્કંદમાતા, છઠ્ઠા નોરતે માતા કાત્યાયની, સાતમાં નોરતે કાળરાત્રિની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આઠમા દિવસે માતા મહાગૌરી અને નવમી નવરાત્રિએ માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.ચાલો આપણે જાણીએ કે નવરાત્રિ પૂજામાં નવગ્રહોની શાંતિ કેવી રીતે કરી શકાય.

નવરાત્રિના પહેલા દિવસે મંગળની શાંતિ પૂજા
નવરાત્રિના પહેલા દિવસે મંગળની શાંતિ માટે ઘટસ્થાપનની પૂજા કરવામાં આવે છે. આ દિવસે જાતકે મંગળની શાંતિ માટે માતાના રૂપમાં સ્કંદમાતાની પૂજા કરવી જોઈએ.

નવરાત્રિના બીજા દિવસે રાહુ ગ્રહની શાંતિપૂજા
નવરાત્રિના બીજા દિવસે રાહુ ગ્રહની શાંતિ માટે પૂજા કરવામાં આવે છે જેમાં માતા બ્રહ્મચારિની પૂજા કરવાથી રાહુ ગ્રહ શાંત રહે છે.

નવરાત્રિના ત્રીજા દિવસે ગુરુની શાંતિ પૂજા
નવરાત્રિના ત્રીજા દિવસે મા મહાગૌરીની પૂજા કરવાથી ગુરુ ગ્રહની શાંતિ માટે શુભ છે.

નવરાત્રિના ચોથા દિવસે શનિની શાંતિ પૂજા
માતા કાલરાત્રીની નવરાત્રીના ચોથા દિવસે પૂજા કરવાથી શનિ ગ્રહ દોષમાં શાંતિ મળે છે.

નવરાત્રિના પાંચમા દિવસે બુધની શાંતિ પૂજા
બુધ ગ્રહની શાંતિ માટે નવરાત્રિના પાંચમા દિવસે પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતા કાત્યાયની સ્વરૂપની પૂજા કરવાથી દરેક કાર્ય સફળ થાય છે.

નવરાત્રિના છઠ્ઠા દિવસે કેતુની શાંતિ પૂજા
આ દિવસે માતા કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવાથી કેતુ ગ્રહમાં શાંતિ મળે છે.

નવરાત્રિના સાતમા દિવસે શુક્ર ગ્રહની શાંતિ પૂજા
સાતમા દિવસે શુક્ર ગ્રહની શાંતિ માટે માતા સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા કરવી જોઈએ.

નવરાત્રિના આઠમા દિવસે સૂર્યની શાંતિ પૂજા
નવરાત્રિના આઠમા દિવસે સૂર્યની શાંતિ પૂજા થાય છે. આ દિવસે માતા શૈલપુત્રીના સ્વરૂપની પૂજા કરવાથી, કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે.

નવરાત્રિના નવમા દિવસે ચંદ્રની શાંતિ પૂજા
નવમી તિથિ પર ચંદ્રની શાંતિ માટે પૂજા થાય છે જેમાં મા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

આમ નવ નોરતા કુંડળીમાં રહેલા નબળા ગ્રહોને મજબુત કરી શકાય છે. માતાના અલગ અલગ નવ સ્વરૂપની પૂજા સાથે કુંડળીમાં રહેલા ગ્રહ-દોષને ટાળી શકાય છે.

આ વીડિયો જુઓ: દર્શન કરો ચોટિલામાં આવેલ મા ચામુંડાના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન