ઉનાળામાં ત્વચા પડવા લાગે કાળી, દૂધ જેવી ચમક મેળવવા કરો આ ઉપાય – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ઉનાળામાં ત્વચા પડવા લાગે કાળી, દૂધ જેવી ચમક મેળવવા કરો આ ઉપાય

ઉનાળામાં ત્વચા પડવા લાગે કાળી, દૂધ જેવી ચમક મેળવવા કરો આ ઉપાય

 | 6:05 pm IST
  • Share

ગરમીની શરૂઆત થઇ ચુકી છે. ત્વચાની સમસ્યાઓ વધી ગઇ છે. ગરમીના કારણે સનટૈન થાય તે સ્વાભાવીક છે. આના કારણે ચહેરો ડલ પડવો કરચલી પડી જવી જેવી સમસ્યાઓ વધી રહી છે. આમતો માર્કેટમાં અલગ અલગ રીતના બ્યુટી પ્રોડક્ટ મળે છે પણ તમે રસોડામાં રહેલા ટમેટાને લઇને તમારી ત્વચાને સુંદર બનાવી શકો છો. ટમેટામાં વિટામિન એ, બી, મેગ્નેશિયમ, પોટેશિયમ, એન્ટીઓક્સીડન્ટ તેમજ એન્ટી એન્જીંગના ગુણો રહેલા હોય છે.

ટમેટાને બનાવો ટેનિંગ ફેસપેક
મધ એક ચમચો, કોફી પાવડર, ટમેટાનો રસ
આ તમામ વસ્તુઓને એકઠી કરીને ફેસપેક બનાવી લો. હલ્કા હાથે ચહેરા પર મસાજ કરો. સાદા પાણીથી ધોઇ લો. આવુ તમે રોજ 10 મિનિટ કરશો તો તમારો ચહેરો સુંદર અને ક્રાતિમાન લાગશે. આને તમે આખા શરીરે પણ લગાવી શકો છો.

ટમેટાના આ પ્રયોગથી તેમાં રહેલ એન્ટીઓક્સીડન્ટ તેમજ એન્ટી એન્જીંગના ગુણો ફાયદો કરશે. સ્કીનને પોષણ મળશે. દાગ ધબ્બાઓ અને ડાર્ક સર્કલ, સનટેનથી રાહત મળશે. ઉનાળામાં ખાસ આ પેક તમને ખુબજ ફાયદો કરાવશે.
ટમેટાથી બનાવો ક્લીંઝર
ટમેટાને કાચા દૂધમાં ભેળવી એક પેસ્ટ કરી દો. હળવા હાથે એક કોટનની મદદથી ચહેરા પર અને ગરદન પર લગાવો. 5 મિનિટ રાખી મસાજ કરો. ઠંડા પાણીથી ધોઇ લો. આનાથી ચહેરો નીખરી ઉઠશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન