16મી એપ્રિલથી શરૂ થતો વૈશાખ મહિનો કેવો નિવડશે જાણો અહિં - Sandesh
  • Home
  • Astrology
  • 16મી એપ્રિલથી શરૂ થતો વૈશાખ મહિનો કેવો નિવડશે જાણો અહિં

16મી એપ્રિલથી શરૂ થતો વૈશાખ મહિનો કેવો નિવડશે જાણો અહિં

 | 7:32 pm IST

વૈશાખ મહિનાનો પ્રારંભ ૧૬મી એપ્રિલે સવારે ૭ કલાક ૨૮ મિનિટે થાય છે જે સમયની કુંડળી માંડતા પૂર્વ ક્ષિતિજે મેષ રાશિ ઉદિત હશે. સૂર્ય-ચંદ્ર-શુક્ર યુતિ લગ્ને જોવાય છે. ૪થો રાહુ અશુભ ગણાય છે. ૭મો ગુરુ ૯મે શનિ-મંગળ યુતિ અને ૧૨મે બુધની અસર જોઇએ તો આ મહિનામાં ઘણી મહત્વની રાજકીય આર્થિક બાબતો અંગે ધીમેધીમે સ્થિતિ સુધરતી જણાય. અર્થતંત્ર અને આવક માટે સમય સુધરે. ફુગાવો ઘટતો જણાય. અર્થતંત્ર તથા આર્થિક વિકાસને વેગ મળતો જણાય. કોમોડિટી અંગે સુધારો વર્તાય. શેર સ્ટોકમાં તેજીના સંજોગ સર્જાય. સુવર્ણ-ચાંદી, જર-ઝવેરાત માટે સમય તેજીના ઉછાળા જણાય. વેપાર – ટર્ન ઓવર વધતું જોવા મળે.

લગ્ને શુક્ર સૂર્યની યુતિ સરકાર દ્વારા અર્થતંત્ર અંગે વધુ ઉદાર નીતિ અને સાનુકૂળતા સર્જાય અને નાણાકીય સ્થિતિ સુધરે. અલબત્ત, ૪થો રાહુ દેશની આંતરિક સ્થિતિને અને રાજ્યોમાં ગરબડ કે મુશ્કેલીનો સમય સૂચવે છે. તે જોતાં કેટલા રાજ્યોમાં સરકાર વિરોધી જનમાનસ આંદોલનો કે દેખાવો યોજાતા જણાય. અશાંતિના બનાવો વધે, ઉત્તરના રાજ્યો, કાશ્મીરમાં વધું ગંભીર ઘટનાઓ, હિંસક બનાવો, આંતકી ઘટનાનો સંજોગ જણાય. આ ઉપરાંત રાજ્ય સરકારોના અમલદારો, અધિકારી કે મંત્રીઓની બાબતમાં કેટલાંક નાના-મોટા ફેરફારની શક્યતા વધી જતી જણાય. કોઇ સરકારી નીતિ સામે જનદેખાવો પણ જણાશે. પ્રજાકીય આક્રોશ વધી શકે. ૭મો ગુરુ છે જે વિદેશી દેશો, પડોશી દેશો સાથે સંઘર્ષના બદલે રાજનીતિ-ડિપ્લોમસી કે વાટાઘાટોથી પ્રશ્નનો ઉકેલ તરફ પ્રગતિ કરાવે.

૭મો ગુરુ પડોશી પર પ્રભાવ વધારે અને તેથી ભારતની શક્તિ હેઠળ શ્રીલંકા, બાંગલાદેશ, મ્યાનમાર, ચીન, પાકિસ્તાને પ્રશ્નો ઉકેલવા તત્પર થવું પડે. રાજનીતિ- વેપાર નીતિથી સંઘર્ષ ટળી શકે. આ સમયમાં કુદરતી દુર્ઘટના, વાવાઝોડાં કે અન્ય હોનારતના સંજોગો ચિંતા ઉપજાવી શકે. આગ, અકસ્માત, વિમાની દુર્ઘટના, ચક્રવાત અને ગરમીના યોગથી ચિંતા જણાય.

મંત્ર વિધાન
આ સમયમાં રાહુ કે જે કર્કમાં છે અશાંતિ કે દુઃખના સંજોગો સર્જી શકે. આવા અનુભવ થાય ત્યારે રાહુના મંત્રના જાપ કરવાથી માનસિક રાહત મળી શકે છે અને દુઃખ હળવું બને છે.
રાહુ મંત્ર :- ૐ હ્રીમ્ રં રં રં રાહુવે નમઃ
આ મંત્રના રોજ ૧૮૦૦ જાપ કરી શકાય જેથી રાહત અનુભવાય.

રાશિફળ (૧૫ એપ્રિલથી ૧૩ મે સુધી)
મેષ :    આ સમય દરમિયાન નવી તકો, મુલાકાતો, સંબંધો, ભાગીદારીથી લાભની આશા રહે.
વૃષભ :    તબિયત સુધરે. શત્રુ ફાવે નહીં. ખર્ચ-વ્યય જણાય.
મિથુન :    કેટલીક અગત્યની ભાગ્યોદયની તક મળે. મિલન-મુલાકાતો ફળે. પ્રવાસ મજાનો
કર્ક :    કેટલાક શુભ મંગલ કાર્યથી સુખ રહે. સંપતિ, વાહનના કામ થાય. સાનુકૂળ સમય.
સિંહ :    અગત્યની કામગીરી ફળે. ટેન્શન હળવું બને. મિલન-મુલાકાત ફળે. પ્રવાસમાં આનંદ.
કન્યા :    આર્થિક કામકાજમાં સાનુકૂળ સ્થિતિ મળે. કૌટુંબિક કાર્ય થાય. તબિયત સુધરે.
તુલા :    માનસિક ટેન્શન. શારીરિક સમસ્યા જણાય. ગૃહવિવાદ દૂર થાય. લાભની આશા.
વૃશ્રિક :    કેટલીક પ્રતિકૂળતા રહે. ધાર્યુ અટકી શકે. ખર્ચ-વ્યયનો પ્રસંગ.
ધન :    અગત્યની બાબતો માટે સમય સાર્થક બને. સ્નેહી-સંતાન અંગે સાનુકૂળતા. સફળતા.
મકર :    નોકરી-ધંધા યા અન્ય કામકાજો અંગે સમય સાનુકૂળ બને. પ્રગતિ.
કુંભ :    ભાગ્યદેવી રીઝતી જણાય. પ્રવાસ સફળ. મિલન- મુલાકાતોથી લાભ.
મીન :    આરોગ્યની કાળજી લેવી. વિઘ્નો દૂર થાય. નાણાકીય મદદ મળે. કૌટુંબિક કાર્ય થઇ શકે.