know how your small insects will affect your child's body
  • Home
  • Featured
  • જો બાળકમાં દેખાય આ લક્ષણો, તો સમજો કે તેના પેટમાં કીડા છે

જો બાળકમાં દેખાય આ લક્ષણો, તો સમજો કે તેના પેટમાં કીડા છે

 | 2:27 pm IST

બાળકને જો કોઈ તકલીફ કે સમસ્યા થાય, તો તે જલ્દી પોતાના પેરેન્ટ્સને જણાવતું નથી. આવું એટલા માટે થાય છે કે, બાળકને પોતાના ઘરવાળાઓને આ બાબત બતાવતા ડર લાગે છે. બીજો ડર એ પણ લાગે છે કે મમ્મી-પપ્પા બહારની વસ્તુઓ ખાવા પર રોક લગાવી દેશે. ત્યારે આવામાં માતાપિતાની ફરજ બને છે કે, તેઓ બાળકોના કેટલાક લક્ષણો પર ધ્યાન આપે, અને ધ્યાનમાં આવે તો તેને નજરઅંદાજ ન કરે.

આજે બાળકોના પેટમાં થતા કીડા વિશે જાણી લો. જો તમારું બાળક નાનું છે, અને તેના પેટમાં કીડા થઈ ગયા છે, તો બાળકની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. પરંતુ આ બહુ ગંભીર બાબત નથી. તમે તેના લક્ષણો ઓળખી શકો છો. હકીકતમાં આપણુ મળ વાસવાળુ હોય છે, પણ જો બાળકના મળમાંથી વિચિત્ર પ્રકારની વાસ આવે તો સમજો કે, તેના પેટમાં કોઈ પ્રકારનું ઈન્ફેક્શન છે, અથવા તો તેના પેટમાં કીડા થયા છે.

સવાર થતા જ આ કીડા ગુદાના ભાગ પાસે પહોંચી જાય છે, જેનાથી બાળકોને તે ભાગમાં ખંજવાળ અથવા બેચેની થવા લાગે છે. ખાસ કરીને નાના બાળકો આ ખંજવાળથી બહુ જ પરેશાન થઈ જાય છે અને રડવા લાગે છે. જો બાળકને વારંવાર પેટમાં દર્દ થાય છે, તો તે બેચેની અને ખંજવાળને કારણે સારી રીતે ઊંઘી પણ શક્તુ નથી. તેથી તમારે તેના લક્ષણોથી સમજી લેવું કે, તેના પેટમાં કીડા છે. ત્વચા પર રેશેઝ કોઈ સંક્રમણ કે ગંદકીને કારણે પણ થઈ શકે છે. પરંતુ ક્યારેક ક્યારેક પેટમાં કીડાને કારણે હાથ કે પગમાં લાલ-લાલ રેશેઝ નજર આવવા લાગે છે.

અપનાવો આ ઘરેલુ નુસ્ખા
પેટમાં કીડા થવા પર અજમાનં ચૂર્ણ કે અડધો ગ્રામ અને તેટલા જ ગોળની ગોળી બનાવીને દિવસમાં ત્રણવાર તેનું સેવન દર્દીને કરાવો. અજમામાં એન્ટી-બેક્ટેરીયલ તત્વ મળી આવે છે, જે કીડાને સમાપ્ત કરી દે છે. અજમાનું સેવન 2-3 દિવસ કરવાથી પેટમાંના કીડ તરત ગાયબ થઈ જાય છે. જો બાળક 5-6 વર્ષનું છે, તો ચપટી ભરીને કાળું મીઠું અને અડધો ગ્રામ અજમાનું ચૂરણ મિક્સ કરી લો. પછી આ ચૂર્ણને રાતના સમયે રોજ ગરમ પાણીની સાથએ લેવાથી પેટના કીડા નીકળી જાય છે.

લીમડાના પાનથી પણ પેટની દરેક પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મળે છે. જોકે, નાના બાળકોને લીમડાના પાન ન આપો. લીમડાના પાનમાં પણ એન્ટી-બાયોટિક ગુણો હોય છે, જે પેટના કીડાનો નાશ કરે છે. લીમડાના પાનને પીસીને તેમાં મધ મિક્સ કરીને પીવાથી જલ્દી ફાયદો થાય છે. સવારના સમયે તેનું સેવન વધુ ફાયદાકારક હોય છે.