Know Interesting Stories About Merta and Mira bai
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અને મીરાબાઈને રડતા જોઈ વિષ્ણુની મૂર્તિએ પીધું હતુ દૂધ, મેડતાની આ વાતો ભવ્યતાથી ભરી દેશે

અને મીરાબાઈને રડતા જોઈ વિષ્ણુની મૂર્તિએ પીધું હતુ દૂધ, મેડતાની આ વાતો ભવ્યતાથી ભરી દેશે

 | 4:21 pm IST
  • Share

મીરાબાઈ (Mirabai)નું નામ તો સૌ કોઈને ખબર હશે. આપણે તમામ તેમને ચિત્તોડગઢ (Chittorgarh)ના રાણી તરીકે તો ઓળખીએ જ છીએ, સાથે જ તેઓ ભારતમાં અત્યાર સુધી સર્વોત્તમ ભક્તિ કવિયત્રી અને કૃષ્ણ ભક્ત હતા. તેમના દ્વારા રચિત ભક્તિ ગીત સંપૂર્ણ ભારતમાં ગાવામાં આવે છે. તેમના દ્વારા રચવામાં આવેલા ભક્તિ ગીતો સંપૂર્ણ ભારતમાં ગાવામાં આવે છે. મીરાબાઈ જયપુર અને જોધપુરની વચ્ચે આવેલા નાનકડા રાજ્ય મેડતા (Merta)ના રાજકુમારી હતા.

મેડતા મેડતિયા રાઠોડ રાજપૂતોનું રાજ્ય હતુ. 16મી સદીમાં મારીબાઈના દાદાજી, મેડતા રાવ દૂદા આ રાજ્યના સુપ્રસિદ્ધ રાજા હતા. તેમના કિલ્લા તથા મહેલ મેડતામાં આજે પણ છે. જે સમયે મીરાબાઈના લગ્ન મેવાડમાં ચિત્તોડગઢના સીસોદિયા પરિવારમાં થયા હતા તે સમયે તેમના ભાઈ જયમલના માથે મેડતાનો રાજ્યભાર હતો. મેડતા જેવા અન્ય નાના નગરોથી વિપરીત મેડતામાં કેટલાક સર્વોચ્ચ રીતે જળવાયેલા દર્શનીય સ્થળો છે. તેમાં એક પ્રમુખ મંદિર તેમજ એક કિલ્લો, જેને અત્યારે એક સંગ્રહાલયમાં ફેરવવામાં આવ્યો છે.

ચારભૂજા મંદિર

મીરાબાઈના દાદાજી રાવ દૂદા દ્વારા નિર્મિત આ મંદિર ભગવાન વિષ્ણુના ચારભૂજા અવતારને સમર્પિત છે. મંદિર પરિસરમાં મુખ્ય મંદિરની ઠીક સામે મીરાબાઈને સમર્પિત એક નાનકડું મંદિર છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની આ મૂર્તિ રાવ દૂદાને સપનામાં દેખાઈ હતી. તેમને જાણવા મળ્યું કે એક મોચીની ગાય એક નિશ્ચિત સ્થાને રોજ જતી હતી અને ત્યાં પોતાનું દૂધ છોડતી હતી. ત્યાંથી તેમને વિષ્ણુની એક સુંદર મૂર્તિ મળી. રાવ દૂદાએ ત્યાં ભવ્ય મંદિર બનાવરાવ્યું તથા તેની અંદર વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરી. આજે પણ આ મૂર્તિને સમર્પિત દૂધ મોચી સમુદાયથી જ લાવવામાં આવે છે.

પોતાના બાળપણમાં મીરા હંમેશા પોતાના દાદાજીને ચારભૂજા મંદિર પર દૂધ ચઢાવતા જોતા હતા. એકવાર તેમના દાદાજીએ ક્યાંક બહાર જવું પડ્યું, ત્યારે તેમણે મીરાને ભગવાન વિષ્ણુને દૂધ પીવરાવવાનું કામ સોંપ્યું. દૂધ ચઢાવ્યા બાદ મીરા ત્યાં જ ઉભા રહ્યા, કારણ કે એ જોવા માંગતા હતા ભગવાન વિષ્ણુ દૂધ પીવે છે કે નહીં. પરંતુ તેવું થયું નહીં, તેથી મીરા ત્યાંથી બહાર આવીને બારીથી જોવા લાગ્યા. જો કે ભગવાન વિષ્ણુએ તો પણ દૂધ પીધું નહીં ત્યારે મીરા રડવા લાગ્યા અને વિષ્ણુને દૂધ પીવાનો આગ્રહ કરવા લાગ્યા, નહીં તો તેમના દાદાજી ક્રોધિત થઈ જશે. એવું કહેવામાં આવે છે કે ત્યારબાદ પાત્રમાં રાખવામાં આવેલું દૂધ લુપ્ત થઈ ગયું.

ચારભૂજા મૂર્તિ

ચારભૂજા મૂર્તિ લગભગ 4 ફૂટ ઊંચી છે. પોતાના નીચેના હાથમાં તેમણે ચક્ર ધારણ કર્યું છે. આનો અર્થ છે આ વિષ્ણુનો શાંત અવતાર છે. જ્યારે વિષ્ણુ ક્રોધિત થઈને કોઈ પર ચક્રનો પ્રહાર કરે છે ત્યારે તેઓ તેને ઉપરના હાથમાં ધારણ કરે છે. મંદિરમાં બીજા અનેક મંદિરો છે જેમાં શિવલિંગ તેમજ હિંગળાજ માતાને સમર્પિત મંદિર પણ સામેલ છે.

મીરા સ્મારક

આ મીરાબાઈના પરિવારનો કિલ્લો હતો, જેને અત્યારે એક સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. આ સંગ્રહાલય મીરાબાઈને સમર્પિત છે. આ એક અત્યંત સુંદર સંગ્રહાલય છે, જ્યાં તેમની જીવનચરિત્ર અને કથાઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. વચ્ચે તેમની એક મોટી પ્રતિમાં સ્થાપિત કરવામાં આવી છે. પાંડુલિપીમાં મોટા મોટા પાના પર તેમના જીવનની કથાઓ અંકિત છે. અહીં એક પુસ્તકાલય પણ છે જ્યાં મીરાબાઈથી સંબંધિત પુસ્તકો છે. આ ઉપરાંત અહીં નાગણેચી માતાનું મંદિર પણ છે. નાગણેચી માતા રાઠોડકૂળના કૂળદેવી છે.

આ વિડીયો પણ જુઓ: દિલ્હી એરપોર્ટ પર ફસાયા 15 ગુજરાતી મુસાફરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન